<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

સ્વ-ગણતરી” અભિયાનમાં જોડાયા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા

ગાંધીનગર ખાતેથી ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરી દેશના વિકાસના આયોજનમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું.

ગાંધીનગર :વસ્તીગણતરી-૨૦૨૭ અંતર્ગત ભારત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી વિશેષ ડિજિટલ સુવિધા 'સ્વ-ગણતરી' (Self-Enumeration) અભિયાનમાં જોડાઈને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ આજે ગાંધીનગર ખાતેથી ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરી દેશના વિકાસના આયોજનમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું.
  આ અવસરે તેમણે રાજ્યના નાગરિકોને આગામી તા. ૩૧ મે સુધી યોજાનારી આ પ્રક્રિયામાં ઉત્સાહભેર ભાગ લેવા અને ઘરે બેઠા જ પોતાની વિગતો ઓનલાઈન ભરીને સશક્ત ભારતના નિર્માણમાં સહભાગી થવા અનુરોધ કર્યો છે.

(6:48 PM IST)