તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
સુરતમાં ખાડી પૂરથી સર્જાયેલ ગંભીર સ્થિતિ સ્થિતિ અંગે પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં હાઈલેવલ બેઠક યોજાઈ
ધારાસભ્ય કુમાર કાનાણીએ 'વાંક અમારો નથી પણ અધિકારીઓનો છે' તેમ કહીને વહીવટી તંત્ર પર દોષનો ટોપલો ઢોળ્યો

સુરતમાં ભારે વરસાદ અને ખાડી પૂરથી સર્જાયેલી ગંભીર સ્થિતિને પગલે કલેક્ટર કચેરી ખાતે પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં શહેરના તમામ ધારાસભ્યોની એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ મંત્રી કનુભાઈ દેસાઈએ 'એક સાથે ૧૬ ઇંચ વરસાદ પડે એટલે આવી સ્થિતિ થવાની જ' તેવો ગોળગોળ જવાબ આપ્યો હતો, જ્યારે ધારાસભ્ય કુમાર કાનાણીએ 'વાંક અમારો નથી પણ અધિકારીઓનો છે' તેમ કહીને વહીવટી તંત્ર પર દોષનો ટોપલો ઢોળ્યો હતો. બીજી તરફ, ધારાસભ્ય મનુ પટેલે દર વર્ષે સર્જાતી ખાડી પૂરની સ્થિતિ સ્વીકારતા જણાવ્યું કે વધારે વરસાદના કારણે આ આફત આવી છે અને ટૂંક સમયમાં જ પાણી ભરાયા હોય તેવા તમામ વિસ્તારોમાં સર્વે કરાવીને અસરગ્રસ્તોને નિયમ મુજબ સહાય ચૂકવવામાં આવશે.
(9:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
