<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

લાખો રેશનકાર્ડ ધારકોને સાતમ-આઠમના તહેવારો સંદર્ભે રાહતદરે વધારાના તેલ-ખાંડ મળશેઃ તેલ ૧૦૦ રૂપિયે લીટર

ખાંડ ૧પ રૂપિયે કીલો અપાશેઃ દૂકાનદારોની માંગણી વધારાનો જથ્‍થો ઓગષ્‍ટમાં આપી દયો

રાજકોટ, તા. ર૧: રાજ્‍ય સરકારે રેશન કાર્ડ ધારકોને આગામી રક્ષાબંધન અને જન્‍માષ્ટમીના તહેવારો નિમિત્તે વધારાની ખાંડ અને તેલનું વિતરણ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં કાર્ડ દીઠ એક લિટર સિંગતેલ ૧૦૦ રૂપિયાના રાહત દરે વિતરણ કરવામાં આવશે. એક કિલો ખાંડનું વિતરણ એક કિલોના ૧૫ રૂપિયા પ્રમાણે કરવામાં આવશે.

પુરવઠા તંત્ર દ્વારા રેશનિંગના દુકાનદારોને તહેવારો માટે વધારાની ખાંડ અને તેલનો જથ્‍થો લેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. વધારાની ખાંડ ફક્‍ત અંત્‍યોદય અને બીપીએલ કાર્ડ ધારકોને જ મળશે. જયારે વધારાનું સિંગતેલ તમામ નેશનલ ફૂડ સિકયોરિટી એક્‍ટ હેઠળના અને નોનએનએફએસએ બીપીએલ કેટેગરીના રેશન કાર્ડ ધારકોને પણ આપવામાં આવશે. રેશન કાર્ડ ધારકોને વધુ પૌષ્ટિક અનાજ મળી રહે તે માટે સરકારે બાજરી આપવાનો નિર્ણય લીધો હતો પરંતુ છેલ્લા બે વર્ષથી તે આપવામાં આવતી ન હતી. આ વખતે પુરવઠા તંત્રએ સામાન્‍ય રીતે શિયાળામાં અપાતી બાજરી હાલ આપવા માટે દુકાનદારોને પરમિટ આપી છે.

બીજી બાજુ રેશનિંગના દુકાનદારો દ્વારા ઓગસ્‍ટ મહિનામાં જ વધારાની ખાંડ અને તેલનું વિતરણ કરવાની પરવાનગી આપવા પુરવઠા તંત્રને માંગણી કરાઇ છે. પુરવઠા તંત્ર દ્વારા હાલ ઓગસ્‍ટ માસમાં જથ્‍થો લઈને તહેવારના વધારાની ખાંડ અને તેલના જથ્‍થાનું ૧ સપ્‍ટેમ્‍બર પછી જ કરવા માટે સૂચના આપવામાં આવી છે. તેના કારણે ૨૮ ઓગસ્‍ટે રક્ષાબંધન પછી પુરવઠો ઉપલબ્‍ધ થશે

(3:22 PM IST)