તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th November 2026
મહેસાણાની દૂધસાગર ડેરીમાં દૂધની આવક નવો રેકોર્ડ બનાવી શકે: દરરોજ 50 લાખ લિટર દૂધની આવક
ગત વર્ષે દૂધની સૌથી વધુ આવક 45 લાખ લિટર સુધી પહોંચી હતી:દૂધના સારા ભાવ મળતા પશુપાલકોમાં ઉત્સાહ

મહેસાણાની દૂધસાગર ડેરીમાં આ વર્ષે દૂધની આવક નવો રેકોર્ડ બનાવી શકે છે. આ વર્ષે ડેરીમાં દરરોજ 50 લાખ લિટર દૂધની આવક થવાનો અંદાજ છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે હજુ પૂરતી ઠંડી શરૂ થઈ નથી. સામાન્ય રીતે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં દૂધની Peak Season જોવા મળતી હોય છે. પરંતુ આ વખતે ઠંડીની રાહ જોયા વગર જ દૂધની આવકમાં વધારો નોંધાયો છે. દૂધના સારા ભાવ મળતા પશુપાલકોમાં ઉત્સાહ સતત વધી રહ્યો છે. તેની સીધી અસર દૂધસાગર ડેરીના દૂધ સંગ્રહ પર જોવા મળી રહી છે. ડેરીમાં દર વર્ષે સરેરાશ 8થી 10 ટકાનો વધારો નોંધાઈ રહ્યો છે. ગત વર્ષે દૂધની સૌથી વધુ આવક 45 લાખ લિટર સુધી પહોંચી હતી. જ્યારે આ વર્ષે 50 લાખ લિટર દૂધની આવકનો અંદાજ વ્યક્ત કરાયો છે.
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
