<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

આ અઠવાડિયું ગરમીનો પારો ૪૧ થી ૪૪ ડીગ્રી વચ્‍ચે રહેશે

વેધરએનાલીસ્‍ટ અશોકભાઇ પટેલની તા.૨૭ એપ્રિલથી ૩મેં સુધીની આગાહીઃ હાલ નોર્મલ મહત્તમ તાપમાન ૪૦.૫ થી ૪૧.૫ ડીગ્રી ગણાયઃ પવનની ઝડપ ૧૫ થી ૨૫ કિ.મીની રહેશે, આ સપ્તાહમાં તાપમાનમાં ૧ થી ૩ ડીગ્રીની વધઘટ થશે

રાજકોટઃ આ સપ્તાહમાં દિવસનું તાપમાન ૪૧ થી ૪૪ ડીગ્રી વચ્‍ચે રહેશે. પવનની ઝડપ રહેશે. હાલ મહત્તમ નોર્મલ તાપમાન ૪૦.૫ થી ૪૧.૫ ડીગ્રી ગણાય. તેમ વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્‍યું છે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્‍છના ગરમ કેન્‍દ્રોમાં મહત્તમ તાપમાન ૨૭ એપ્રિલથી ૩ મે ૨૦૨૬ દરમિયાન ૪૧ થી ૪૪ ડિગ્રીની રેન્‍જમાં રહેવાની શક્‍યતા છે.

તેઓ જણાવે છે કે ગુજરાત રાજ્‍યના મોટા ભાગના વિસ્‍તારોમાં મહત્તમ તાપમાન નોર્મલથી ૨  થી ૪ વધુ છે.

અમદાવાદમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ૪૪.૮ ડિગ્રી નોંધાયું, જે નોર્મલથી ૩.૨ડિગ્રી વધુ છે. તેમ છતાં, આ હીટ વેવ તરીકે ગણાતું નથી, કારણ કે અમદાવાદનું નોર્મલ મહત્તમ તાપમાન ૨૬ એપ્રિલથી ૪૧.૬ડિગ્રી થયું છે.

ગઇ કાલના તાપમાનના આંકડા જોઇએ તો રાજકોટઃ ૪૪.૪ ડિગ્રી (નોર્મલથી ૩.૨ડિગ્રી વધુ) ડીસાઃ ૪૨.૮ડિગ્રી (નોર્મલથી ૨.૦ ડિગ્રી વધુ) અમરેલીઃ ૪૪.૫ ડિગ્રી (નોર્મલથી ૩.૦ ડિગ્રી વધુ) અમદાવાદઃ ૪૪.૮ડિગ્રી (નોર્મલથી ૩.૨ ડિગ્રી વધુ) વડોદરાઃ ૪૩.૦ડિગ્રી (નોર્મલથી ૨.૩ ડિગ્રીવધુ) ભુજઃ ૪૩.૮ ડિગ્રી (નોર્મલથી ૩.૫ ડિગ્રીવધુ)

 જાણીતા વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલ તા.૨૭ એપ્રિલથી ૩ મેં સુધીની સૌરાષ્‍ટ્ર, ગુજરાત, કચ્‍છ માટે આગાહી કરતાં જણાવે છે કે આગાહી સમય દરમ્‍યાન  પવનો મુખ્‍યત્‍વે પヘમિી રહેશે પવનની ઝડપ ૧૫ થી ૨૫ કિમી/કલાક રહેશે. ઝાટકાના પવનોઃ ૨૫ થી ૩૫ કિમી/કલાક રહેશે. મોટાભાગના દિવસોમાં આકાશ મુખ્‍યત્‍વે સ્‍વચ્‍છ રહેશે  તેઓ જણાવે છે કે ગુજરાતના મોટા ભાગના વિસ્‍તારોમાં: ૪૦.૫ ડિગ્રી થી ૪૧.૫ ડિગ્રી ગણાય.

આગાહી સમયમાં ગુજરાત રાજ્‍યના ગરમ કેન્‍દ્રોમાં ૪૧ ડિગ્રીથી ૪૪ ડિગ્રીની રેન્‍જ રહેવાની શક્‍યતા છે.

આગાહી સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાનમાં ૧ડિગ્રી થી ૩ડિગ્રી ની વધઘટ થવાની શક્‍યતા છે.

(3:08 PM IST)