તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 16th August 2026
વડોદરાના દંતેશ્વર વુડાનાં આવાસો પાસે જન્મદિવસે મેહુલ દરબાર હત્યા
જૂની અદાવતના કારણે મેહુલ દરબારની નિર્દયતાપૂર્વક હત્યા કરનાર મુખ્ય આરોપીઓ માનવ અને પદમને પોલીસ ઘટનાસ્થળે લઈ ગઈ

વડોદરા શહેરના દંતેશ્વર વુડાનાં આવાસો પાસે બનેલી હચમચાવી નાખતી ઘટનામાં, પોતાના જ જન્મદિવસે મોતને ભેટેલા મેહુલ દરબાર હત્યા કેસમાં પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. જૂની અદાવતના કારણે મેહુલ દરબારની નિર્દયતાપૂર્વક હત્યા કરનાર મુખ્ય આરોપીઓ માનવ અને પદમને પોલીસ ઘટનાસ્થળે લઈ ગઈ હતી.
સમગ્ર મામલે પોલીસની ટીમ દ્વારા આરોપીઓ સમક્ષ ગુનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું, જેમાં આરોપીઓએ મેહુલની હત્યા કઈ રીતે કરી અને કયા હથિયારોનો ઉપયોગ કર્યો હતો તેનું લાઈવ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ભયાનક બનાવથી મેહુલનો પરિવાર શોકમાં ડૂબી ગયો છે. હત્યારાઓએ યુવકના જન્મદિવસે જ તેની જિંદગી છીનવી લેતા પરિવારજનો અને સગા-સંબંધીઓમાં આક્રોશ ફેલાયો છે.
પીડિત પરિવાર દ્વારા સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે આઘાતજનક ગુનાને અંજામ આપનાર તમામ નરાધમ હત્યારાઓને કાયદાકીય રીતે ફાંસી કે આજીવન કેદ જેવી સખતમાં સખત સજા મળવી જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ આવું જઘન્ય કૃત્ય કરવાની હિંમત ન કરે. પોલીસ દ્વારા આ કેસમાં વધુ પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે.
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
