તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 10th May 2026
મહેસાણાના ઉર્વિલ પટેલે IPLમાં ઝંઝાવાતી બેટિંગથી ઈતિહાસ રચ્યો: માત્ર 13 બોલમાં ફટકારી અડધી સદી
આગાઉ આ 28 વર્ષના બેટ્સમેને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 28 બોલમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો

ચેન્નઈ સુપર કિંગ્સના બેટ્સમેન ઉર્વિલ પટેલએ IPL 2026ની 53મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ સામે કરેલી આ શાનદાર બેટિંગ કરીને ઈતિહાસની સૌથી ઝડપી અડધી સદી ફટકારી છે. આ સાથે તેણે યશસ્વી જયસ્વાલની બરોબરી કરી લીધી છે.
ઉર્વિલ પટેલનો જન્મ 17મી ઓક્ટોબર 1998ના રોજ થયો હતો. ગુજરાતના મહેસાણા જિલ્લામાંથી આવતા આ ધૂરંધર ખેલાડીએ ક્રિકેટ કરિયરન શરૂઆત વર્ષ 2018માં કરી હતી. તે શરૂઆતમાં બરોડા માટે T20 મેચ રમ્યો હતો. આ ઉપરાંત તેણે ત્યારબાદ વર્ષ 2024માં ગુજરાત ક્રિકેટ ટીમ માટે રણજી ટ્રોફી ડેબ્યૂ કરી હતી.
વર્ષ 2025માં IPL ઓક્શનમાં રહેવા છતાં ઉર્વિલે હાર માની ન હતી. તેને CSKએ તક આપી હતી. તેને ઈજાગ્રસ્ત ખેલાડીના રિપ્લેસમેન્ટ તરીકે સામેલ કરવામાં આવ્યો હતો.
CSKએ ઉર્વિલ પટેલન રૂપિયા 30 લાખમાં ખરીદ્યો હતો. આ અગાઉ વર્ષ 2023માં તે ગુજરાત ટાઈટન્સ ટીમમાં સામેલ હતો. 28 વર્ષના બેટ્સમેને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 28 બોલમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. તેણે ત્રિપુરા સામે ગુજરાત માટે રમીને આ રેકોર્ડ રચ્યો હતો. આ ઉપરાંત તેણે ઉત્તરાખંડ સામે પણ 36 બોલમાં સદી ફટકારી હતી. T-20માં સૌથી ઝડપી પાંચ સદી ફટકારનાર ખેલાડીઓમાં ઉર્વિલનું નામ બે વખત સામેલ થયેલું છે.
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
