<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

અમદાવાદમાં મેઘરાજાની સવારી યથાવત: સતત બીજા દિવસે વરસાદ વરસ્યો

શહેરના એસ.જી. હાઈવે અને સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

અમદાવાદમાં મેઘરાજાની સવારી યથાવત રહેતા સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે. શહેરના એસ.જી. હાઈવે અને સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરી રહેલા અમદાવાદના નાગરિકોને આ વરસાદને કારણે ગરમીમાંથી મોટી રાહત મળી છે. વરસાદી માહોલને પગલે વાતાવરણ ખુશનુમા બન્યું છે.

 અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે વરસાદ વરસતા લોકોને અસહ્ય ગરમી અને બફારામાંથી મોટી રાહત મળી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે શહેરના SG હાઈવે, સેટેલાઈટ, વાડજ, અને એલિસબ્રિજ સહિતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર હાજરી પુરાવી છે

(9:29 PM IST)