તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
રાજ્યમાં આજે સવારે 6 વાગ્યા સુધીના છેલ્લા ૨૪ કલાકમાં મેઘરાજાનું આક્રમક રૂપ : મહેમદાવાદમાં ૧૯.૯૬, ધોળકામાં ૧૮.૬૨, ચીખલીમાં ૧૭.૭૬, ઉમરગામમાં ૧૭.૦૯, ખેરગામમાં ૧૭.૦૯, ઉમરપાડામાં ૧૭.૦૫, માતરમાં ૧૬.૨૨, ખેડામાં ૧૪.૭૨, વિરામગામમાં ૧૪.૬૧ અને વાંસદામાં ૧૪.૫૭ ઇંચ મુસળધાર વરસાદથી જળબંબાકાર
દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના ૨૫૫ તાલુકાઓમાં વ્યાપક મેઘમહેર : રાજકોટ શહેરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કુલ ૨.૨૮ ઇંચ (૫૮ મીમી) વરસાદ નોંધાયો : જુઓ સંપૂર્ણ લિસ્ટ

ગાંધીનગર: રાજ્યમાં વિતેલા ૨૪ કલાક દરમિયાન (તારીખ ૨૩/૦૭/૨૦૨૬ સવારે ૦૬:૦૦ થી તારીખ ૨૪/૦૭/૨૦૨૬ સવારે ૦૬:૦૦ વાગ્યા સુધી) મેઘરાજાએ અતિ આક્રમક બેટિંગ કરીને સમગ્ર રાજ્યને જળબંબાકાર કરી દીધું છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર ડેટા અનુસાર, રાજ્યના કુલ ૨૫૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં ૧૯.૯૬ ઇંચ (૫૦૭ મીમી) અને અમદાવાદના ધોળકામાં ૧૮.૬૨ ઇંચ (૪૭૩ મીમી) ખાબક્યો છે.
સૌથી વધુ વરસાદ ધરાવતા ૧૦ તાલુકાઓની સ્થિતિ:
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ ધરાવતા મુખ્ય ૧૦ તાલુકાઓમાં ખેડાના મહેમદાવાદમાં ૧૯.૯૬ ઇંચ (૫૦૭ મીમી), અમદાવાદના ધોળકામાં ૧૮.૬૨ ઇંચ (૪૭૩ મીમી), નવસારીના ચીખલીમાં ૧૭.૭૬ ઇંચ (૪૫૧ મીમી), વલસાડના ઉમરગામમાં ૧૭.૦૯ ઇંચ (૪૩૪ મીમી), નવસારીના ખેરગામમાં ૧૭.૦૯ ઇંચ (૪૩૪ મીમી), સુરતના ઉમરપાડામાં ૧૭.૦૫ ઇંચ (૪૩૩ મીમી), ખેડાના માતરમાં ૧૬.૨૨ ઇંચ (૪૧૨ મીમી), ખેડામાં ૧૪.૭૨ ઇંચ (૩૭૪ મીમી), અમદાવાદના વિરામગામમાં ૧૪.૬૧ ઇંચ (૩૭૧ મીમી) અને નવસારીના વાંસદામાં ૧૪.૫૭ ઇંચ (૩૭૦ મીમી) વરસાદ નોંધાયો છે.
દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં અનરાધાર વરસાદ:
આ ઉપરાંત ડાંગના વાઘઈમાં ૧૪.૪૫ ઇંચ (૩૬૭ મીમી), નવસારીના ગંડેવીમાં ૧૩.૦૭ ઇંચ (૩૩૨ મીમી), ખેડાના નડિયાદમાં ૧૨.૯૧ ઇંચ (૩૨૮ મીમી), અમદાવાદના માંડલમાં ૧૧.૮૧ ઇંચ (૩૦૦ મીમી), વલસાડના પારડીમાં ૧૧.૭૩ ઇંચ (૨૯૮ મીમી), અમદાવાદ સિટીમાં ૧૧.૬૫ ઇંચ (૨૯૬ મીમી), બાવળામાં ૧૧.૬૫ ઇંચ (૨૯૬ મીમી), ખેડાના વસોમાં ૧૧.૬૧ ઇંચ (૨૯૫ મીમી), દસક્રોઈમાં ૧૧.૫૭ ઇંચ (૨૯૪ મીમી) અને તાપીના ડોલવણમાં ૧૧.૪૬ ઇંચ (૨૯૧ મીમી) વરસાદ પડ્યો છે.
તેમજ આણંદના સોજિત્રામાં ૧૧.૨૬ ઇંચ (૨૮૬ મીમી), ભરૂચના નેત્રંગમાં ૧૧.૧૮ ઇંચ (૨૮૪ મીમી), વલસાડના નાનાપોંઢામાં ૧૦.૭૯ ઇંચ (૨૭૪ મીમી), વલસાડ શહેરમાં ૧૦.૭૧ ઇંચ (૨૭૨ મીમી), સુરતના અંબિકામાં ૧૦.૨૮ ઇંચ (૨૬૧ મીમી), મહેસાણાના બેચરાજીમાં ૧૦.૨૮ ઇંચ (૨૬૧ મીમી) અને આણંદના પેટલાદમાં ૧૦.૦૪ ઇંચ (૨૫૫ મીમી) વરસાદ નોંધાયો છે.
અન્ય તાલુકાઓમાં તારાપુરમાં ૯.૭૬ ઇંચ (૨૪૮ મીમી), ધરમપુરમાં ૯.૬૯ ઇંચ (૨૪૬ મીમી), બોરસદમાં ૯.૬૧ ઇંચ (૨૪૪ મીમી), કપરાડામાં ૯.૨૧ ઇંચ (૨૩૪ મીમી), આણંદમાં ૮.૮૨ ઇંચ (૨૨૪ મીમી), ડાંગ-આહવામા ૮.૩૫ ઇંચ (૨૧૨ મીમી), સુબીરમાં ૮.૩૧ ઇંચ (૨૧૧ મીમી), વાપીમાં ૮.૦૭ ઇંચ (૨૦૫ મીમી), વ્યારામાં ૭.૬૪ ઇંચ (૧૯૪ મીમી), કડીમાં ૭.૫૨ ઇંચ (૧૯૧ મીમી), ઉકાઈમાં ૭.૧૩ ઇંચ (૧૮૧ મીમી) અને કામરેજમાં ૭.૦૯ ઇંચ (૧૮૦ મીમી) વરસાદ પડ્યો છે.
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અન્ય વિસ્તારોની સ્થિતિ:
સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના કુંકાવાવ વડિયામાં ૭.૦૧ ઇંચ (૧૭૮ મીમી), રાજકોટના જેતપુરમાં ૫.૭૫ ઇંચ (૧૪૬ મીમી), જામકંડોરણામાં ૫.૬૩ ઇંચ (૧૪૩ મીમી), ગોંડલમાં ૪.૬૧ ઇંચ (૧૧૭ મીમી), લોધિકામાં ૪.૨૯ ઇંચ (૧૦૯ મીમી), કોટડા સાંગાણીમાં ૩.૨૭ ઇંચ (૮૩ મીમી), જસદણમાં ૨.૩૨ ઇંચ (૫૯ મીમી), ધોરાજીમાં ૧.૮૧ ઇંચ (૪૬ મીમી), પડધરી અને વિંછીયામાં ૧.૬૫ ઇંચ (૪૨ મીમી) તથા ઉપલેટામાં ૦.૩૫ ઇંચ (૯ મીમી) વરસાદ નોંધાયો છે.
સુરેન્દ્રનગરના લખતરમાં ૬.૯૩ ઇંચ (૧૭૬ મીમી), દાસાડામાં ૫.૭૯ ઇંચ (૧૪૭ મીમી), સાયલામાં ૪.૦૬ ઇંચ (૧૦૩ મીમી), મુળીમાં ૪.૦૨ ઇંચ (૧૦૨ મીમી), વઢવાણમાં ૩.૭૮ ઇંચ (૯૬ મીમી), ધ્રાંગધ્રામાં ૩.૩૫ ઇંચ (૮૫ મીમી), થાનગઢ અને ચોટીલામાં ૩.૨૩ ઇંચ (૮૨ મીમી), ચુડામાં ૨.૯૯ ઇંચ (૭૬ મીમી) તથા લીંબડીમાં ૨.૦૫ ઇંચ (૫૨ મીમી) વરસાદ થયો છે.
મોરબીના માળિયામાં ૨.૪૪ ઇંચ (૬૨ મીમી), વાંકાનેરમાં ૨.૪૦ ઇંચ (૬૧ મીમી), મોરબીમાં ૨.૩૬ ઇંચ (૬૦ મીમી), હળવદમાં ૨.૨૪ ઇંચ (૫૭ મીમી) અને ટંકારામાં ૨.૦૧ ઇંચ (૫૧ મીમી) વરસાદ નોંધાયો છે. જામનગરના કાલાવડમાં ૨.૮૩ ઇંચ (૭૨ મીમી), ધ્રોલમાં ૨.૪૮ ઇંચ (૬૩ મીમી), જોડિયામાં ૧.૯૭ ઇંચ (૫૦ મીમી), જામનગરમાં ૧.૫૦ ઇંચ (૩૮ મીમી), લાલપુરમાં ૦.૬૩ ઇંચ (૧૬ મીમી) અને જામજોધપુરમાં ૦.૨૪ ઇંચ (૬ મીમી) વરસાદ પડ્યો છે.
ગાંધીનગરના કલોલમાં ૬.૦૬ ઇંચ (૧૫૪ મીમી), માણસામાં ૫.૮૩ ઇંચ (૧૪૮ મીમી), ગાંધીનગરમાં ૩.૮૬ ઇંચ (૯૮ મીમી) અને દહેગામમાં ૧.૧૪ ઇંચ (૨૯ મીમી) વરસાદ થયો છે. ભરૂચના અંકલેશ્વરમાં ૫.૯૮ ઇંચ (૧૫૨ મીમી), ભરૂચમાં ૫.૫૧ ઇંચ (૧૪૦ મીમી), ઝઘડિયામાં ૫.૩૯ ઇંચ (૧૩૭ મીમી), હંસોટ અને વાલિયામાં ૩.૯૦ ઇંચ (૯૯ મીમી), વાગરામાં ૩.૬૬ ઇંચ (૯૩ મીમી), જંબુસરમાં ૨.૯૧ ઇંચ (૭૪ મીમી) તથા આમોદમાં ૧.૯૭ ઇંચ (૫૦ મીમી) વરસાદ નોંધાયો છે.
અન્ય વિસ્તારોમાં નર્મદાના ડેડિયાપાડામાં ૬.૬૫ ઇંચ (૧૬૯ મીમી), ચીકડા અને વડોદરામાં ૬.૨૬ ઇંચ (૧૫૯ મીમી), પાદરામાં ૬.૩૪ ઇંચ (૧૬૧ મીમી), સાણંદમાં ૫.૯૪ ઇંચ (૧૫૧ મીમી), સોંગઢમાં ૫.૪૭ ઇંચ (૧૩૯ મીમી), મહુવામાં ૫.૨૮ ઇંચ (૧૩૪ મીમી), ઉમરેઠમાં ૫.૦૮ ઇંચ (૧૨૯ મીમી), વાલોડમાં ૪.૯૨ ઇંચ (૧૨૫ મીમી), ઓલપાડમાં ૪.૮૮ ઇંચ (૧૨૪ મીમી), ધંધુકા અને જાંબુઘોડામાં ૪.૬૯ ઇંચ (૧૧૯ મીમી), પલસાણામાં ૪.૬૧ ઇંચ (૧૧૭ મીમી), બારડોલીમાં ૪.૫૭ ઇંચ (૧૧૬ મીમી), ચોર્યાસી અને ભાભરમાં ૪.૪૫ ઇંચ (૧૧૩ મીમી) તથા વલ્લભીપુરમાં ૪.૨૧ ઇંચ (૧૦૭ મીમી) વરસાદ થયો છે.
શેહેરા અને ડભોઈમાં ૪.૦૨ ઇંચ (૧૦૨ મીમી), હાલોલ અને સિહોરમાં ૩.૯૪ ઇંચ (૧૦૦ મીમી), બોટાદમાં ૩.૯૦ ઇંચ (૯૯ મીમી), બગસરામાં ૩.૯૦ ઇંચ (૯૯ મીમી), પ્રાંતિજમાં ૩.૮૬ ઇંચ (૯૮ મીમી), સુરત સરા અને શિનોરમાં ૩.૭૦ ઇંચ (૯૪ મીમી), વિજાપુર અને જોટાણામાં ૩.૬૬ ઇંચ (૯૩ મીમી), ગલતેશ્વરમાં ૩.૫૮ ઇંચ (૯૧ મીમી), ગરૂડેશ્વર, ઉચ્છલ, શંખેડા અને કરજણમાં ૩.૪૩ ઇંચ (૮૭ મીમી), સાગબારા અને માંગરોળમાં ૩.૩૧ ઇંચ (૮૪ મીમી), માંડવીમાં ૩.૨૭ ઇંચ (૮૩ મીમી), નવસારીમાં ૩.૨૩ ઇંચ (૮૨ મીમી), બરવાળા અને જેતપુર પાવીમાં ૩.૧૧ ઇંચ (૭૯ મીમી), જલાલપોરમાં ૩.૦૩ ઇંચ (૭૭ મીમી), ભાવનગરમાં ૨.૯૯ ઇંચ (૭૬ મીમી) અને નંદોદ તથા હિંમતનગરમાં ૨.૮૩ ઇંચ (૭૨ મીમી) વરસાદ થયો છે.
બાબરામાં ૨.૮૦ ઇંચ (૭૧ મીમી), ગઢડામાં ૨.૭૨ ઇંચ (૬૯ મીમી), મહેસાણામાં ૨.૬૮ ઇંચ (૬૮ મીમી), દેવોદરમાં ૨.૬૪ ઇંચ (૬૭ મીમી), વિસાવદરમાં ૨.૫૬ ઇંચ (૬૫ મીમી), બોડેલી, દેસર અને ઘોઘંબામાં ૨.૫૨ ઇંચ (૬૪ મીમી), ઉમરાળા, રાણપુર અને દહેગામમાં ૨.૪૮ ઇંચ (૬૩ મીમી), વિજયનગરમાં ૨.૧૩ ઇંચ (૫૪ મીમી), સંંતલપુર, અમરેલી, રાપર અને ચાણસ્મામાં ૨.૦૯ ઇંચ (૫૩ મીમી), બાલાસિનોર અને ગરબાડામાં ૧.૯૭ ઇંચ (૫૦ મીમી), પોશીના, ક્વાંટ, મહુધા અને શંખેશ્વરમાં ૧.૮૯ ઇંચ (૪૮ મીમી), હારીજમાં ૧.૮૫ ઇંચ (૪૭ મીમી), લાઠીમાં ૧.૮૧ ઇંચ (૪૬ મીમી) તથા છોટાઉદેપુરમાં ૧.૭૭ ઇંચ (૪૫ મીમી) વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત પાલનપુરમાં ૧.૬૯ ઇંચ (૪૩ મીમી), તિલકવાડા અને દેવગઢબારિયામાં ૧.૬૧ ઇંચ (૪૧ મીમી), લુણાવાડા, ઓગડ, ઈડર, સમી અને કડવાલમાં ૧.૫૭ ઇંચ (૪૦ મીમી), ભેસાણ અને રાહમાં ૧.૫૪ ઇંચ (૩૯ મીમી), કલોલમાં ૧.૫૪ ઇંચ (૩૯ મીમી), કુકરમુંડામાં ૧.૪૬ ઇંચ (૩૭ મીમી), લીમખેડા, ઘોઘા, થરાદ અને દાંતીવાડામાં ૧.૪૨ ઇંચ (૩૬ મીમી), નિઝરમાં ૧.૩૮ ઇંચ (૩૫ મીમી) તથા ધાનપુરમાં ૧.૩૪ ઇંચ (૩૪ મીમી) વરસાદ નોંધાયો છે.
કોઠંબા, સતલાસણા, ધારી, સાવરકુંડલા અને ભચૌમાં ૧.૨૬ ઇંચ (૩૨ મીમી), સાવલીમાં ૧.૨૨ ઇંચ (૩૧ મીમી), વડનગર, મહુવા (ભાવનગર) અને શામળાજીમાં ૧.૧૮ ઇંચ (૩૦ મીમી), પાટણ, વિસનગર, રાધનપુર અને લીલીયામાં ૧.૧૪ ઇંચ (૨૯ મીમી), પાલિતણામાં ૧.૧૦ ઇંચ (૨૮ મીમી), રાજુલા, ગારીયાધાર અને કઠલાલમાં ૧.૦૬ ઇંચ (૨૭ મીમી), તાલોદમાં ૧.૦૨ ઇંચ (૨૬ મીમી) તથા વિજયનગર, ડીસા અને ધાનેરામાં ૦.૯૮ ઇંચ (૨૫ મીમી) વરસાદ થયો છે.
દાહોદ, સુઈગામ અને ખાંભામાં ૦.૯૪ ઇંચ (૨૪ મીમી), તળાજામાં ૦.૮૭ ઇંચ (૨૨ મીમી), જેસરમાં ૦.૭૯ ઇંચ (૨૦ મીમી), દાંતા, ગોધરા, જુનાગઢ, જુનાગઢ સિટી અને કપડવંજમાં ૦.૭૫ ઇંચ (૧૯ મીમી), વડગામમાં ૦.૭૧ ઇંચ (૧૮ મીમી), ફાગવેલમાં ૦.૬૭ ઇંચ (૧૭ મીમી) તથા કાંકરેજમાં ૦.૬૩ ઇંચ (૧૬ મીમી) વરસાદ વરસ્યો છે.
ગોધર, ઉના અને લખાણીમાં ૦.૫૫ ઇંચ (૧૪ મીમી), નસવાડી, વીરપુર, સંતરામપુર, સરસ્વતી, સંજેલી અને ઝાલોદમાં ૦.૫૧ ઇંચ (૧૩ મીમી), ખેરાલુમાં ૦.૪૭ ઇંચ (૧૨ મીમી), સિદ્ધપુર અને ગાંધીધામમાં ૦.૪૩ ઇંચ (૧૧ મીમી), ફતેપુરા, મોરવા હડફ અને ઊંઝામાં ૦.૩૫ ઇંચ (૯ મીમી), મોડાસામાં ૦.૩૧ ઇંચ (૮ મીમી), ખેડબ્રહ્મા, સુખસર, માલપુર અને નખત્રાણામાં ૦.૨૮ ઇંચ (૭ મીમી), મેંદરડા, જામજોધપુર, સિંગવડ અને સતહંબામાં ૦.૨૪ ઇંચ (૬ મીમી), કેશોદ, માનવદર અને જાફરાબાદમાં ૦.૨૦ ઇંચ (૫ મીમી), બાયડ, કુતિયાણા અને ગોવિંદ ગુરૂ લીમડીમાં ૦.૧૬ ઇંચ (૪ મીમી) વરસાદ નોંધાયો હતો.
જ્યારે તલાલા, વંથલી, માળિયા હાટીના, ખાનપુર, પોરબંદર, અબડાસા, અંજાર અને લખપતમાં ૦.૧૨ ઇંચ (૩ મીમી), ધનસુરા, કોડીનાર, માંડવી (કચ્છ), સુતરાપાડા, ગીર ગઢડા, વડાલી અને માંગરોળમાં ૦.૦૮ ઇંચ (૨ મીમી) વરસાદ નોંધાયો છે.
(9:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
