<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

આણંદ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ

ઉમરેઠ, લીંગડા અને પણસોરા સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ:ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી વહેતા થયા

આણંદ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગાજવીજ અને ભારે પવન સાથે જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ઉમરેઠ, લીંગડા અને પણસોરા સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે. અચાનક પડેલા ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ધરતીપુત્રોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખુશીની લહેર ફરી વળી છે. વરસાદથી ખેતી પાકને પણ ફાયદો થવાની આશા ખેડૂતોમાં જાગી છે.

(1:28 PM IST)