તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 13th September 2026
ભાદરવામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગઃ આઠ કલાકમાં રાજ્યના ૧૩૪ તાલુકામાં ઝરમરથી સવા ત્રણ ઇંચ સુધી વરસાદ
દક્ષિણ ગુજરાતમાં મેઘમહેરઃ વાંસદામાં ૩.૧૫ ઇંચ, ધરમપુર-અંબિકામાં ૨.૬૦ ઇંચ પાણી વરસતાં વાતાવરણ બન્યું ખુશનુમા : ગરુડેશ્વરમાં ૨.૪૮, કપરાડામાં ૨.૧૭, વાપી-દેડિયાપાડામાં ૨.૧૩ તથા નવસારી-નાનાપોંઢામાં બે ઇંચથી વધુ વરસાદ

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપી, તા. ૧૩ : ભાદરવા મહિનામાં મેઘરાજાએ ફરી જોરદાર જમાવટ કરી છે. આજે સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે હેત વરસ્યું હતું. સવારે ૬થી બપોરે ૨ વાગ્યા સુધીના માત્ર આઠ કલાકમાં રાજ્યના ૧૩૪ તાલુકામાં ઝરમરથી સવા ત્રણ ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ વિશેષ મહેર વરસાવી હતી.
નવસારી જિલ્લાના વાંસદામાં રાજ્યનો સૌથી વધુ ૮૦ મિલીમીટર એટલે કે ૩.૧૫ ઇંચ વરસાદ ખાબક્યો હતો. વલસાડના ધરમપુર અને સુરત જિલ્લાના અંબિકા વિસ્તારમાં ૬૬-૬૬ મિલીમીટર એટલે કે ૨.૬૦ ઇંચ વરસાદ નોંધાયો હતો. નર્મદા જિલ્લાના ગરુડેશ્વરમાં ૬૩ મિલીમીટર એટલે કે ૨.૪૮ ઇંચ, કપરાડામાં ૫૫ મિલીમીટર એટલે કે ૨.૧૭ ઇંચ, વાપી અને દેડિયાપાડામાં ૫૪-૫૪ મિલીમીટર એટલે કે ૨.૧૩ ઇંચ વરસાદ વરસ્યો હતો. નવસારીમાં ૫૩ મિલીમીટર એટલે કે ૨.૦૯ ઇંચ અને નાનાપોંઢામાં ૫૨ મિલીમીટર એટલે કે ૨.૦૫ ઇંચ વરસાદ નોંધાયો હતો.
નવસારી જિલ્લામાં જલાલપોરમાં ૩૬, ખેરગામમાં ૨૪, ચીખલીમાં ૧૧ અને ગણદેવીમાં ૪ મિલીમીટર વરસાદ પડ્યો હતો. વલસાડ જિલ્લામાં પારડીમાં ૨૧, ઉમરગામમાં ૧૭ અને વલસાડમાં ૧૪ મિલીમીટર વરસાદ નોંધાયો હતો.
સુરત જિલ્લામાં ઉમરપાડામાં ૩૬, સુરત શહેરમાં ૨૬, ચોર્યાસીમાં ૧૫, બારડોલીમાં ૧૪, ઓલપાડ અને મહુવામાં ૧૩-૧૩, માંગરોળમાં ૧૨, પલસાણામાં ૧૧, કામરેજમાં ૧૦, માંડવીમાં ૮ અને અરેઠમાં ૩ મિલીમીટર વરસાદ થયો હતો.
નર્મદા જિલ્લામાં સાગબારામાં ૨૭, નાંદોદમાં ૨૪, ચીકદામાં ૧૩ અને તિલકવાડામાં ૫ મિલીમીટર વરસાદ પડ્યો હતો. ડાંગમાં ૪૦, વઘઈમાં ૨૯ અને સુબીરમાં ૧૨ મિલીમીટર વરસાદ નોંધાયો હતો.
ભરૂચ જિલ્લાના વાગરામાં ૪૦, નેત્રંગમાં ૨૪, અંકલેશ્વર અને વાલિયામાં ૧૯-૧૯, ઝઘડિયા અને ભરૂચમાં ૧૭-૧૭, હાંસોટમાં ૧૫, આમોદમાં ૫ અને જંબુસરમાં ૧ મિલીમીટર વરસાદ થયો હતો.
જૂનાગઢ જિલ્લાના ભેસાણમાં ૩૮, મેંદરડામાં ૧૫, વિસાવદરમાં ૧૩, જૂનાગઢ તાલુકા અને શહેરમાં ૧૧-૧૧, વંથલી તથા માળિયા હાટીનામાં ૫-૫, માંગરોળમાં ૪ અને માણાવદરમાં ૩ મિલીમીટર વરસાદ પડ્યો હતો.
તાપી જિલ્લાના ડોલવણમાં ૩૬, કુકરમુંડામાં ૨૦, ઉકાઈમાં ૧૩, વાલોડમાં ૧૧, સોનગઢમાં ૧૦, વ્યારામાં ૮, નિઝરમાં ૭ અને ઉચ્છલમાં ૬ મિલીમીટર વરસાદ નોંધાયો હતો.
અમરેલી જિલ્લાના કુંકાવાવ-વાડિયા અને લીલીયામાં ૩૩-૩૩, લાઠીમાં ૨૧, બાબરામાં ૨૦, અમરેલીમાં ૧૮, સાવરકુંડલામાં ૧૨, જાફરાબાદમાં ૧૦, રાજુલામાં ૮, બગસરામાં ૭, ખાંભામાં ૫ અને ધારીમાં ૪ મિલીમીટર વરસાદ વરસ્યો હતો.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં ૩૩, કવાંટમાં ૧૪, સંખેડામાં ૧૨, જેતપુર પાવીમાં ૧૧, બોડેલીમાં ૭, કડવાલમાં ૪ અને છોટાઉદેપુરમાં ૧ મિલીમીટર વરસાદ નોંધાયો હતો.
ભાવનગર જિલ્લાના જેસરમાં ૨૨, તળાજામાં ૨૦, ગારિયાધાર અને પાલીતાણામાં ૧૮-૧૮, મહુવામાં ૧૭, સિહોરમાં ૧૨, ઘોઘામાં ૧૧, વલ્લભીપુરમાં ૮, ભાવનગરમાં ૬ અને ઉમરાળામાં ૪ મિલીમીટર વરસાદ પડ્યો હતો. બોટાદ જિલ્લાના ગઢડામાં ૨૦ અને બોટાદમાં ૩ મિલીમીટર વરસાદ નોંધાયો હતો.
દાહોદ અને ગરબાડામાં ૧૯-૧૯, ધાનપુર અને દેવગઢ બારિયામાં ૧૦-૧૦ તથા ગોવિંદ ગુરુ લીમડીમાં ૨ મિલીમીટર વરસાદ થયો હતો.
રાજકોટ જિલ્લાના જસદણમાં ૧૭, જામકંડોરણામાં ૧૨, જેતપુરમાં ૧૦, ગોંડલમાં ૬, કોટડાસાંગાણી અને વિંછીયામાં ૫-૫, પડધરી, લોધિકા અને ધોરાજીમાં ૩-૩ તથા રાજકોટ અને ઉપલેટામાં ૨-૨ મિલીમીટર વરસાદ નોંધાયો હતો.
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં ૧૫, ગોધરામાં ૭, હાલોલમાં ૪ અને કાલોલમાં ૨ મિલીમીટર વરસાદ પડ્યો હતો. વડોદરા જિલ્લાના સિનોરમાં ૧૪, ડભોઈમાં ૫, વડોદરામાં ૪ તથા કરજણ અને વાઘોડિયામાં ૨-૨ મિલીમીટર વરસાદ નોંધાયો હતો.
ગીર સોમનાથ જિલ્લાના તાલાળામાં ૯, સુત્રાપાડામાં ૫, પાટણ-વેરાવળમાં ૪ અને ગીર ગઢડામાં ૨ મિલીમીટર વરસાદ પડ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડામાં ૧૦, લીંબડી અને સાયલામાં ૩-૩ તથા થાનગઢમાં ૧ મિલીમીટર વરસાદ થયો હતો.
જામનગર જિલ્લાના કાલાવડમાં ૬ અને જામજોધપુરમાં ૧ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. આનંદ જિલ્લાના બોરસદમાં ૩ તથા આનંદ અને આંકલાવમાં ૨-૨ મિલીમીટર વરસાદ પડ્યો હતો.
આ ઉપરાંત ભાણવડ, પોરબંદર, વાંકાનેર અને મહિસાગરના ગોધરમાં ૨-૨ મિલીમીટર, જ્યારે પાલનપુર તથા ગાંધીનગર જિલ્લાના કલોલમાં ૧-૧ મિલીમીટર વરસાદ નોંધાયો હતો.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
