<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

ગુજરાતમાં આગામી ગુરુવાર સુધી મેઘરાજા મહેર વરસાવશે:હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી

ડીપ ટ્રફ સક્રિય થતાં અમદાવાદ સહિતના જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે:છોટાઉદેપુર અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા

અમદાવાદ : ગુજરાતમાં આગામી 24 સપ્ટેમ્બર સુધી મેઘરાજા મહેર વરસાવશે. હવામાન વિભાગે રાજ્યમાં 24 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રથી ઉત્તર પ્રદેશ સુધી સક્રિય સિસ્ટમના કારણે વરસાદની શક્યતા છે. ડીપ ટ્રફ સક્રિય થતાં અમદાવાદ સહિતના જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. છોટાઉદેપુર અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે, જ્યારે અમદાવાદ, ભાવનગર, અરવલ્લી, ખેડા, ભરૂચ, મહીસાગર, પંચમહાલ અને વડોદરામાં યલો એલર્ટ અપાયું છે. ઉત્તર ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં સિસ્ટમ સક્રિય છે. રાજ્યમાં સામાન્ય કરતાં 8 ટકા વરસાદની ઘટ છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં 23 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. 7થી 11 સેન્ટિમીટર વરસાદની પણ શક્યતા છે.

(11:42 AM IST)