તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
રાજ્યભરમાં ખમૈયા કરતા મેઘરાજા ઝરમરથી ૧.૫ ઇંચઃ નદી, અને ડેમોમાં પાણીની આવક ઘટતા હાશકારો
ઉકાઇ ડેમની જળ સપાટી ૩૧૨.૮૧ ફૂટે પહોંચી કોઝવે હજુ પણ ઓવરફ્લોઃ મધુવન ડેમના બે દરવાજા હજુ ખુલ્લા

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ ચોમાસાની આ સીઝનમાં મેઘરાજા એ લાંબી રાહ જોવડાવ્યા બાદ ધમાકેદાર એન્ટ્રી થી મહેર ને બદલે કહેર વરસાવતા ચોમેર થી એકજ પોકાર ઉઠ્યો હતો... હવે ખમૈયા કરો મેઘરાજા...
જાણે મેઘરાજા એ પ્રાર્થના સાંભળી હોય તેમ છેલ્લા ૨૪ કલાક થી હળવા થયા છે, આ સમય દરમ્યાન ૧ થી લઈને ૩૮ મિમી સુધીનો જ વરસાદનોંધાયો છે.
વરસાદનું જોર ઘટતા નદી, નાળા, બંધો અને જળાશયોની જળસપાટીઓ પણ ઘટવા લાગી છે, ઉકાઇ ડેમની જળ સપાટી આજે સવારે ૮ કલાકે ૩૧૨.૮૧ ફૂટે પહોંચી છે, ડેમમાં ૧૧૦૦૨ કયુસેક પાણી ના ઈન્ફ્લો સામે ૮૦૦ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, તો કોઝવેની જાળ સપાટી આજે સવારે ૮ કલાકે ૬.૮૨ મીટરે પહોંચી છે, હજુ પણ અહીંથી ૫૧૯૧૧ કયુસેક પાણી વહી રહ્યું છે.
દમણગંગાના મધુવન ડેમની જળ સપાટી આજે સવારે ૮ કલાકે ૭૨.૩૦ મીટરે પહોંચી છે, ડેમમાં ૧૫૮૯૭ કયુસેક પાણીના ઈન્ફ્લો સામે ૮૭૬૧ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, હજુ પણ ડેમના ૨ દરવાજા ૧ મીટર ખુલ્લા રાખવાની ફરજ પડી છે.
વરસાદ અટકતા ભરાયેલા પાણી નો નિકાલ થતા બિહામણા દ્રશ્યો સામે આવે છે, કેટલાય દુકાનો ના માલ સમાન અને અસંખ્ય ઘરો ની ઘર વખરીને ભારે નુકસાન જોતા આંખોમાં પાણી આવ્યા છે , છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાને જોઈએ તો, વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નાનાપોંઢા ખાતે ૩૮ મિ.મી., કપરાડા ૩૪ મિ.મી., ધરમપુર ૧૫ મિ.મી., વાપી ૧૩ મિ.મી., ઉમરગામ ૧૧ મિ.મી., પારડી ૧૦ મિ.મી. અને વલસાડ ૫ મિ.મી. નોંધાયો.
નવસારી જિલ્લામાં વાંસદા ૨૩ મિ.મી., ખેરગામ ૧૫ મિ.મી., ચીખલી ૫ મિ.મી., ગણદેવી ૩ મિ.મી., નવસારી ૨ મિ.મી. અને જલાલપોર ૧ મિ.મી. વરસાદ નોંધાયો. ડાંગ જિલ્લામાં આહવા ૨૪ મિ.મી., સુબીર ૧૪ મિ.મી. અને વઘઈ ૯ મિ.મી. વરસાદ નોંધાયો. સુરત જિલ્લામાં ઉમરપાડા ૧૬ મિ.મી., ચોર્યાસી ૮ મિ.મી., માંડવી ૮ મિ.મી., ઓલપાડ ૬ મિ.મી., પલસાણા ૫ મિ.મી., અરેઠ ૫ મિ.મી., માંગરોળ ૫ મિ.મી., કામરેજ ૪ મિ.મી., અંબિકા ૪ મિ.મી., બારડોલી ૩ મિ.મી. અને સુરત શહેર ૧ મિ.મી. વરસાદ નોંધાયો.
ભરૂચ જિલ્લામાં નેત્રંગ ૧૪ મિ.મી., ઝઘડિયા ૮ મિ.મી., વાલિયા ૮ મિ.મી., અંકલેશ્વર ૭ મિ.મી., ભરૂચ ૪ મિ.મી., વાગરા ૩ મિ.મી. અને હાંસોટ ૩ મિ.મી. વરસાદ નોંધાયો. નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા ૧૪ મિ.મી., તિલકવાડા ૧૦ મિ.મી., નાંદોદ ૮ મિ.મી., ચીકદા ૭ મિ.મી., સાગબારા ૭ મિ.મી. અને ગરુડેશ્વર ૪ મિ.મી. વરસાદ નોંધાયો.
તાપી જિલ્લામાં કુકરમુંડા ૧૨ મિ.મી., વ્યારા ૧૦ મિ.મી., સોનગઢ ૧૦ મિ.મી., ઉકાઈ ૯ મિ.મી., નિઝર ૭ મિ.મી., ઉચ્છલ ૪ મિ.મી., વાલોડ ૩ મિ.મી. અને ડોલવણ ૨ મિ.મી. વરસાદ નોંધાયો. ભાવનગર જિલ્લામાં ઘોઘા ૬ મિ.મી., જેસર ૩ મિ.મી. અને ગારિયાધાર ૧ મિ.મી. વરસાદ નોંધાયો.
પંચમહાલ જિલ્લામાં જાંબુઘોડા ૫ મિ.મી. વરસાદ નોંધાયો. વડોદરા જિલ્લામાં કરજણ ૪ મિ.મી., સિનોર ૩ મિ.મી. અને ડભોઈ ૨ મિ.મી. વરસાદ નોંધાયો. ખેડા જિલ્લામાં ફાગવેલ ૪ મિ.મી. વરસાદ નોંધાયો. અરવલ્લી જિલ્લામાં બાયડ ૨ મિ.મી. વરસાદ નોંધાયો. દાહોદ જિલ્લામાં દાહોદ ૨ મિ.મી. અને ધાનપુર ૨ મિ.મી. વરસાદ નોંધાયો. છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ ખાતે ૧ મિ.મી. વરસાદ નોંધાયો છે.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
