<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ પોરો ખાધો: રાજ્યના ૨૦૪ તાલુકાઓમાં ૫.૫ ઇંચ સુધીનો વરસાદ

​ઉકાઇ ડેમની જળ સપાટી ૩૧૫.૭૮ ફૂટે પહોંચી: મધુવન ડેમના ૮ દરવાજા હજુ પણ ખુલ્લા ​કપરાડામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો: ડેમોમાં પાણીની ધીંગી આવક શરૂ

​(જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા) વાપી: હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજા હળવા પડ્યાનું જણાય છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૦૪ તાલુકાઓમાં ૧ થી ૧૪૦ મિમી વરસાદ નોંધાયો છે.

​દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઇ ડેમની જળ સપાટી આજે સવારે ૮ કલાકે ૩૧૫.૭૮ ફૂટે પહોંચી છે. ડેમમાં ૧૧,૬૮૯ ક્યુસેક પાણીના ઇન્ફ્લો સામે ૮૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે કોઝવેની જળ સપાટી ૬.૭૮ મીટરે પહોંચી છે અને અહીંથી ૫૦,૪૨૩ ક્યુસેક પાણી વહી રહ્યું છે.

​જ્યારે દક્ષિણ ગુજરાતના છેવાડાના દમણગંગા નદીના મધુવન ડેમની જળ સપાટી આજે સવારે ૮ કલાકે ૭૨.૬૦ મીટરે પહોંચી છે. ડેમમાં ૫૯,૪૪૪ ક્યુસેક પાણીના ઇન્ફ્લો સામે ૭૩,૪૭૪ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી ડેમના ૮ દરવાજા ૨.૪૦ મીટર ખુલ્લા રાખવાની ફરજ પડી છે.

​ફ્લડ કન્ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદના આંકડાને જોઈએ તો વલસાડ જિલ્લામાં સૌથી વધુ કપરાડા તાલુકામાં ૧૪૦ મી.મી. (૫.૫૧ ઇંચ) વરસાદ નોંધાયો હતો. ઉપરાંત નાનાપોંઢામાં ૭૯ મી.મી. (૩.૧૧ ઇંચ), ધરમપુરમાં ૬૭ મી.મી. (૨.૬૪ ઇંચ), વલસાડમાં ૩૫ મી.મી. (૧.૩૮ ઇંચ), ઉમરગામમાં ૩૦ મી.મી. (૧.૧૮ ઇંચ) અને પારડીમાં ૨૩ મી.મી. (૦.૯૧ ઇંચ) વરસાદ નોંધાયો હતો.

  • ​નવસારી જિલ્લામાં ખેરગામમાં ૮૬ મી.મી. (૩.૩૯ ઇંચ) અને વાંસદામાં ૪૩ મી.મી. (૧.૬૯ ઇંચ) વરસાદ નોંધાયો હતો.
  • ​ખેડા જિલ્લામાં નડિયાદમાં ૮૪ મી.મી. (૩.૩૧ ઇંચ), માતરમાં ૩૯ મી.મી. (૧.૫૪ ઇંચ), મહુધામાં ૩૫ મી.મી. (૧.૩૮ ઇંચ), કઠલાલમાં ૨૯ મી.મી. (૧.૧૪ ઇંચ), વાસોમાં ૨૫ મી.મી. (૦.૯૮ ઇંચ), ઠાસરામાં ૨૪ મી.મી. (૦.૯૪ ઇંચ), મહેમદાવાદમાં ૨૩ મી.મી. (૦.૯૧ ઇંચ), ખેડામાં ૨૦ મી.મી. (૦.૭૯ ઇંચ) અને કપડવંજમાં ૧૯ મી.મી. (૦.૭૫ ઇંચ) વરસાદ નોંધાયો હતો.
  • ​અરવલ્લી જિલ્લામાં ભિલોડામાં ૭૩ મી.મી. (૨.૮૭ ઇંચ), શામળાજીમાં ૫૧ મી.મી. (૨.૦૧ ઇંચ), ધનસુરામાં ૨૫ મી.મી. (૦.૯૮ ઇંચ), મોડાસામાં ૨૧ મી.મી. (૦.૮૩ ઇંચ), મેઘરજમાં ૨૦ મી.મી. (૦.૭૯ ઇંચ) અને સથંબામાં ૨૦ મી.મી. (૦.૭૯ ઇંચ) વરસાદ નોંધાયો હતો.
  • ​પાટણ જિલ્લામાં પાટણમાં ૭૨ મી.મી. (૨.૮૩ ઇંચ), સરસ્વતીમાં ૭૧ મી.મી. (૨.૮૦ ઇંચ), રાધનપુરમાં ૪૭ મી.મી. (૧.૮૫ ઇંચ), સિદ્ધપુરમાં ૪૧ મી.મી. (૧.૬૧ ઇંચ), સાંતલપુરમાં ૩૦ મી.મી. (૧.૧૮ ઇંચ), ચાણસ્મામાં ૨૭ મી.મી. (૧.૦૬ ઇંચ) અને હારીજમાં ૨૩ મી.મી. (૦.૯૧ ઇંચ) વરસાદ નોંધાયો હતો.
  • ​બનાસકાંઠા જિલ્લામાં ઓગડમાં ૯૮ મી.મી. (૩.૮૬ ઇંચ), અમીરગઢમાં ૫૬ મી.મી. (૨.૨૦ ઇંચ), ધાનેરામાં ૪૯ મી.મી. (૧.૯૩ ઇંચ), પાલનપુરમાં ૪૫ મી.મી. (૧.૭૭ ઇંચ), વડગામમાં ૪૪ મી.મી. (૧.૭૩ ઇંચ), ડીસામાં ૩૨ મી.મી. (૧.૨૬ ઇંચ), દાંતીવાડામાં ૨૫ મી.મી. (૦.૯૮ ઇંચ) અને દાંતામાં ૧૯ મી.મી. (૦.૭૫ ઇંચ) વરસાદ નોંધાયો હતો.
  • ​વાવ-થરાદ પંથકમાં લાખણી અને દિયોદરમાં ૬૦-૬૦ મી.મી. (૨.૩૬ ઇંચ), રાહમાં ૪૬ મી.મી. (૧.૮૧ ઇંચ), ધરણીધરમાં ૩૧ મી.મી. (૧.૨૨ ઇંચ), થરાદમાં ૨૨ મી.મી. (૦.૮૭ ઇંચ), સુઈગામમાં ૨૦ મી.મી. (૦.૭૯ ઇંચ) અને ભાભરમાં ૧૯ મી.મી. (૦.૭૫ ઇંચ) વરસાદ નોંધાયો હતો.
  • ​મહેસાણા જિલ્લામાં મહેસાણામાં ૬૦ મી.મી. (૨.૩૬ ઇંચ), વિસનગરમાં ૫૭ મી.મી. (૨.૨૪ ઇંચ), ઊંઝામાં ૫૪ મી.મી. (૨.૧૩ ઇંચ), વડનગરમાં ૫૦ મી.મી. (૧.૯૭ ઇંચ), ખેરાલુમાં ૩૬ મી.મી. (૧.૪૨ ઇંચ), કડીમાં ૩૩ મી.મી. (૧.૩૦ ઇંચ), વિજાપુરમાં ૩૨ મી.મી. (૧.૨૬ ઇંચ) અને જોટાણામાં ૨૬ મી.મી. (૧.૦૨ ઇંચ) વરસાદ નોંધાયો હતો.
  • ​સાબરકાંઠા જિલ્લામાં ઈડરમાં ૫૭ મી.મી. (૨.૨૪ ઇંચ), હિંમતનગરમાં ૫૫ મી.મી. (૨.૧૭ ઇંચ), પ્રાંતિજમાં ૨૯ મી.મી. (૧.૧૪ ઇંચ) અને વડાલીમાં ૨૭ મી.મી. (૧.૦૬ ઇંચ) વરસાદ નોંધાયો હતો.
  • ​આણંદ જિલ્લામાં ખંભાતમાં ૪૭ મી.મી. (૧.૮૫ ઇંચ), ઉમરેઠમાં ૨૧ મી.મી. (૦.૮૩ ઇંચ) અને આણંદમાં ૨૦ મી.મી. (૦.૭૯ ઇંચ) વરસાદ નોંધાયો હતો.
  • ​ગાંધીનગર જિલ્લામાં માણસામાં ૪૧ મી.મી. (૧.૬૧ ઇંચ), દહેગામમાં ૩૧ મી.મી. (૧.૨૨ ઇંચ), ગાંધીનગરમાં ૨૩ મી.મી. (૦.૯૧ ઇંચ) અને કલોલમાં ૨૦ મી.મી. (૦.૭૯ ઇંચ) વરસાદ નોંધાયો હતો.
  • ​અમદાવાદ જિલ્લામાં ડેટ્રોજ-રામપુરામાં ૪૦ મી.મી. (૧.૫૭ ઇંચ), દસ્ક્રોઈમાં ૨૬ મી.મી. (૧.૦૨ ઇંચ), વિરમગામમાં ૨૪ મી.મી. (૦.૯૪ ઇંચ), ધોળકામાં ૨૦ મી.મી. (૦.૭૯ ઇંચ) અને બાવળામાં ૨૦ મી.મી. (૦.૭૯ ઇંચ) વરસાદ નોંધાયો હતો.
  • ​ડાંગ જિલ્લામાં ડાંગ તાલુકામાં ૩૮ મી.મી. (૧.૫૦ ઇંચ), સુબીરમાં ૩૭ મી.મી. (૧.૪૬ ઇંચ) અને વઘઈમાં ૨૫ મી.મી. (૦.૯૮ ઇંચ) વરસાદ નોંધાયો હતો.
  • ​મહીસાગર જિલ્લામાં બાલાસિનોરમાં ૩૨ મી.મી. (૧.૨૬ ઇંચ), કડાણામાં ૨૯ મી.મી. (૧.૧૪ ઇંચ) અને સંતરામપુરમાં ૨૫ મી.મી. (૦.૯૮ ઇંચ) વરસાદ નોંધાયો હતો.
  • ​પંચમહાલ જિલ્લામાં જાંબુઘોડામાં ૨૧ મી.મી. (૦.૮૩ ઇંચ) વરસાદ નોંધાયો હતો.
  • ​વડોદરા જિલ્લામાં પાદરા અને દેસર તાલુકામાં ૨૧-૨૧ મી.મી. (૦.૮૩ ઇંચ) વરસાદ નોંધાયો હતો.

(11:30 AM IST)