<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

ગુજરાતમાં મેઘરાજા ફરી સક્રિય: 28 જૂનથી 3 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહીથી ખેડૂતોમાં ખુશી

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામશે, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, કચ્છ, બનાસકાંઠામાં ઝાપટાંથી લઈને મધ્યમ વરસાદની શક્યતા, 2-3 જુલાઈએ ભારે વરસાદનું એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

અમદાવાદ : ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થવા જઈ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી 7 દિવસ માટે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. 28 જૂનથી 3 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

 

IMD અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું કે, "અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી રાજ્યમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે 28 જૂનથી વરસાદી સિસ્ટમ સક્રિય થશે."

 

ક્યાં પડશે વરસાદ?

 

 

દક્ષિણ ગુજરાત:સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં હળવાથી મધ્યમ અને ક્યાંક ભારે વરસાદની શક્યતા. સૌરાષ્ટ્ર-કચ્છ રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, કચ્છમાં 1 થી 3 જુલાઈ દરમિયાન મધ્યમથી ભારે ઝાપટાં પડશે.ઉત્તર ગુજરાત: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં હળવો વરસાદ થશે.  મધ્ય ગુજરાત: અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

 

હવામાન વિભાગે 2 અને 3 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે. 

 

આ આગાહીને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ખેતીવાડી વિભાગે વરાપ થતાં જ વાવણી શરૂ કરવા માટે ખેડૂતોને તૈયાર રહેવા જણાવ્યું છે.

(3:29 PM IST)