News of Saturday, 25th July 2026
રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજા હળવા મિજાજમાં: સવારે ૬ થી બપોરે ૧૨ વાગ્યા સુધીમાં બે ઇંચ સુધીનો વરસાદ
પાંચ વરસાદી સિસ્ટમ્સથી વરસાદનું એલર્ટ જાહેર કરાયું : અમદાવાદ, કચ્છ, બોટાદ અને ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટઃ બનાસકાંઠા, પાટણ અને મહેસાણા સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ : જયારે દાહોદ, મહિસાગર, ખેડા અને સુરત સહિત ના જિલ્લાઓમાં યલો એલર્ટ

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ રાજ્ય માં પાંચ વરસાદી સિસ્ટમ્સ એકસાથે સક્રિય થતા ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી સાથે અલગ અલગ વિસ્તારો માં એલર્ટ ઝોન જાહેર કરેલ છે, જોકે આજે સવારથી બપોરના ૧૨ વાગ્યા સુધીમાં મેઘરાજા હળવા પડ્યાનું જણાય છે, કુલ ૧૬૯ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં ૨.૨૦ ઇંચ સુધી નો વરસાદ વરસ્યો છે.
ફ્લડ કન્ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર આજે છેલ્લા ૬ કલાકમાં નોંધાયેલ વરસાદ ના મુખ્યત્વે આંકડા ને જોઈએ તો વલસાડ જિલ્લોઃ કપરાડા - ૫૬ મિમી (૨.૨૦ ઇંચ), નાનાપોંઢા - ૪૩ મિમી (૧.૬૯ ઇંચ), ઉમરગામ - ૨૩ મિમી (૦.૯૧ ઇંચ), બનાસકાંઠા જિલ્લોઃ ધાનેરા - ૪૫ મિમી (૧.૭૭ ઇંચ), ઓગડ - ૩૬ મિમી (૧.૪૨ ઇંચ), દાંતા - ૧૨ મિમી (૦.૪૭ ઇંચ), કાંકરેજ - ૧૦ મિમી (૦.૩૯ ઇંચ), વાવ-થરાદ જિલ્લોઃ ડીઓદર - ૫૦ મિમી (૧.૯૭ ઇંચ), લાખણી - ૪૭ મિમી (૧.૮૫ ઇંચ), રહ - ૪૬ મિમી (૧.૮૧ ઇંચ), ધાનરીધર - ૨૪ મિમી (૦.૯૪ ઇંચ), સુઈગામ - ૧૫ મિમી (૦.૫૯ ઇંચ), થરાદ - ૧૩ મિમી (૦.૫૧ ઇંચ).
અમદાવાદ જિલ્લોઃ ડેટ્રોજ-રામપુરા - ૩૦ મિમી (૧.૧૮ ઇંચ), વિરમગામ - ૧૫ મિમી (૦.૫૯ ઇંચ), ડાંગ જિલ્લોઃ સુબીર - ૨૬ મિમી (૧.૦૨ ઇંચ), વઘઈ - ૧૪ મિમી (૦.૫૫ ઇંચ), ધ ડાંગ્સ - ૧૩ મિમી (૦.૫૧ ઇંચ), નવસારી જિલ્લોઃ ખેરગામ - ૨૬ મિમી (૧.૦૨ ઇંચ), વાંસદા - ૨૩ મિમી (૦.૯૧ ઇંચ), પાટણ જિલ્લોઃ સાંતલપુર - ૨૫ મિમી (૦.૯૮ ઇંચ), મહીસાગર જિલ્લોઃ બાલાસિનોર - ૨૫ મિમી (૦.૯૮ ઇંચ), આણંદ જિલ્લોઃ ખંભાત - ૨૨ મિમી (૦.૮૭ ઇંચ), ખેડા જિલ્લોઃ નડિયાદ - ૨૧ મિમી (૦.૮૩ ઇંચ), કઠલાલ - ૧૬ મિમી (૦.૬૩ ઇંચ).
મહેસાણા જિલ્લોઃ કડી - ૧૬ મિમી (૦.૬૩ ઇંચ), ગાંધીનગર જિલ્લોઃ દહેગામ - ૧૪ મિમી (૦.૫૫ ઇંચ), ગાંધીનગર - ૧૨ મિમી (૦.૪૭ ઇંચ), પંચમહાલ જિલ્લોઃ જાંબુઘોડા - ૧૩ મિમી (૦.૫૧ ઇંચ), વડોદરા જિલ્લોઃ દેસર - ૧૩ મિમી (૦.૫૧ ઇંચ), છોટાઉદેપુર જિલ્લોઃ જેતપુર પાવી - ૧૩ મિમી (૦.૫૧ ઇંચ), નર્મદા જિલ્લોઃ ગરુડેશ્વર - ૧૧ મિમી (૦.૪૩ ઇંચ), અરવલ્લી જિલ્લોઃ ધનસુરા - ૧૧ મિમી (૦.૪૩ ઇંચ) આ ઉપરાંત રાજ્યના ૧૩૭ તાલુકાઓમાં ૧થી ૧૦ મિમી સુધીનો હળવો વરસાદ નોંધાયો છે.
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
