તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
દેડીયાપાડા પૂર્વ પટ્ટીમાં મેઘમહેર: તરાવ નદીમાં વધ્યો જળપ્રવાહ, ખેડૂતોમાં ખુશી

( ભરત શાહ દ્વારા )નર્મદા :દેડીયાપાડા તાલુકાની પૂર્વ પટ્ટીમાં છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા ધોધમાર વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં નદીઓ, નાળાઓ અને જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. સતત વરસાદને પગલે તરાવ નદીમાં પાણીનો પ્રવાહ નોંધપાત્ર રીતે વધ્યો છે અને નદી હાલ બે કાંઠે વહેતી થઈ છે.
ડુંગરાળ અને જંગલ વિસ્તારોથી મોટી માત્રામાં વરસાદી પાણી નદીમાં ઠલવાતા તરાવ નદીનું જળસ્તર ઝડપથી ઊંચું આવ્યું છે. નદીના બંને કાંઠાઓ પર પાણી ફરી વળતાં વિસ્તારનું કુદરતી સૌંદર્ય ખીલી ઊઠ્યું છે. વરસાદી માહોલ વચ્ચે વહેતી નદીના મનમોહક દૃશ્યો જોવા માટે સ્થાનિક લોકો તેમજ કુદરતપ્રેમીઓ મોટી સંખ્યામાં નદી કિનારે ઉમટી રહ્યા છે.
સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ ચાલુ ચોમાસામાં પ્રથમ વખત તરાવ નદી આટલા પ્રચંડ પ્રવાહ સાથે વહેતી જોવા મળી છે. વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. ખેતી માટે જરૂરી પાણીની પૂરતી ઉપલબ્ધતા સર્જાતા ખેતરોમાં વાવણી માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી થઈ છે અને કૃષિ પ્રવૃત્તિઓને વેગ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જો વરસાદનું પ્રમાણ યથાવત રહેશે તો તરાવ નદીના જળસ્તરમાં વધુ વધારો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
દેડીયાપાડાની પૂર્વ પટ્ટીમાં ધોધમાર વરસાદને કારણે તરાવ નદીમાં નવા નીરની આવક થતાં નદી બે કાંઠે વહેતી બની છે. એક તરફ કુદરતી સૌંદર્યમાં વધારો થયો છે તો બીજી તરફ ખેડૂતોમાં પણ આશા અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
