તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
રાજ્યના ૮૬ તાલુકામાં મેઘમહેરઃ રાત્રી સુધીમાં ઓખામંડળમાં પોણા ત્રણ ઇંચ વરસાદ
કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની વરસાદી ઘટમાં સુધારોઃ રાજ્યમાં મોસમનો ૮૪.૮ ટકા વરસાદ

રાજકોટઃ ગુરુવારે રાત્રે ૮ વાગ્યા સુધી રાજ્યના ૮૬ તાલુકામાં એક મિલિમીટરથી વધુ વરસાદ નોંધાયો હતો. ઓખામંડળમાં સૌથી વધુ ૭૧ મિલિમીટર વરસાદ વરસ્યો હતો.
ગુજરાતમાં ફરી સક્રિય થયેલી વરસાદી પ્રવૃત્તિ વચ્ચે ગુરુવારે રાત્રે ૮ વાગ્યા સુધીમાં રાજ્યના ૮૬ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. દેવભૂમિ દ્વારકાના ઓખામંડળમાં સૌથી વધુ ૭૧ મિલિમીટર એટલે કે આશરે પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો.
મહેસાણાના બહુચરાજીમાં ૩૭ મિલિમીટર, પાટણના રાધનપુરમાં ૩૩, નવસારીના ખેરગામમાં ૩૧ અને મોરબી જિલ્લાના વાંકાનેરમાં ૩૦ મિલિમીટર વરસાદ નોંધાયો હતો. અમદાવાદ શહેરમાં પણ સાંજ સુધી સરેરાશ ૭ મિલિમીટર વરસાદ નોંધાયા બાદ મોડી રાત્રે ફરી જોરદાર ઝાપટાં વરસ્યાં હતાં.
વરસાદના નવા દોરથી કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ઓછો વરસાદ ધરાવતા વિસ્તારોમાં મોસમી વરસાદની ઘટમાં થોડો સુધારો થયો છે. ગુરુવાર સવાર સુધીમાં રાજ્યમાં મોસમનો સરેરાશ ૮૪.૮ ટકા વરસાદ નોંધાયો હતો. રાત્રિ દરમિયાન અમદાવાદ, હળવદ સહિત અનેક વિસ્તારોમાં પડેલો વરસાદ આ આંકડામાં પાછળથી ઉમેરાશે.
સત્તાવાર બુલેટિન મુજબ આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. ગાજવીજ અને વીજળી દરમિયાન ખેડૂતો તથા પશુપાલકોને ખુલ્લા વિસ્તારમાં ન રહેવાની સૂચના આપવામાં આવી છે.
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
