તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Friday, 31st July 2026
સુરતમાં મેઘરાજાનું જળતાંડવ: અઠવાલાઇન્સમાં આવેલું સાયબર પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ, બહાર ભરાયા ઘૂંટણસમા પાણી
અનરાધાર વરસી રહેલા પાણીના પ્રવાહને લીધે શહેરના અનેક મહત્વના માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ

ગુજરાતમાં ચોમાસાની સિઝન અત્યારે તેના સૌથી તોફાની અને સક્રિય તબક્કામાં ચાલી રહી છે, ત્યારે ડાયમંડનગરી તરીકે ઓળખાતા સુરત શહેરમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર અને બેફામ સ્વરૂપ ધારણ કર્યું છે. સુરત શહેર અને સમગ્ર જિલ્લામાં સતત શરૂ થયેલા મુસળધાર વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનરાધાર વરસી રહેલા પાણીના પ્રવાહને લીધે શહેરના અનેક મહત્વના માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
