તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
વાપીમાં મેઘરાજાની સ્ટાસટી માત્ર ૨ કલાકમાં ૪ ઇંચ ખાબક્યો
ઉમરગામમાં બે ઈંચઃ વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા ભારે હાલાકી

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ જુલાઈ માસના આગમનને જાણે મેઘરાજા વધાવતા હોય તેમ વાપીમાં સટાસટી બોલાવી રહ્યાં છે, આજે સવારે ૬ વાગ્યા થી લઈ ને ૮ વાગ્યા સુધીમાં એટલે કે માત્ર બે કલાક માં ૪ ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે, સવારમાં જ આ તોફાની વરસાદ ને પગલે નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ અટવાયા છે.
ફલડ કન્ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર આજે સવારે ૬ વાગ્યા થી લઈ ને ૮ વાગ્યા સુધી માં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાને જોઈએ તો વલસાડ જિલ્લો વાપી ૧૦૫ મી.મી. (૪.૧૩ ઇંચ), ઉમરગામ ૪૪ મી.મી. (૧.૭૩ ઇંચ), પારડી ૩૯ મી.મી. (૧.૫૪ ઇંચ), વલસાડ ૩૦ મી.મી. (૧.૧૮ ઇંચ), સુરત જિલ્લો પલસાણા ૨૩ મી.મી. (૦.૯૧ ઇંચ), બારડોલી ૧૧ મી.મી. (૦.૪૩ ઇંચ, ભરૂચ જિલ્લો હાંસોટ ૧૦ મી.મી. (૦.૩૯ ઇંચ), નર્મદા જિલ્લો ગરુડેશ્વર ૫ મી.મી. (૦.૨૦ ઇંચ) નોંધાયો છે
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
