<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

સુરતમાં ફરી મેઘરાજાની પધરામણી :અષાઢી બીજે વહેલી સવારથી વરસાદી માહોલ

ખટોદરા, અઠવા, રીંગ રોડ, અડાજણ, ભટાર, વેડ રોડ અને વરાછા સહિતના વિસ્તારોમાં ધીમી તેમજ મધ્યમ ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

 સુરત : શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ ગાયબ થતાં નાગરિકો અસહ્ય ગરમી અને ઉકળાટથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આજે વહેલી સવારથી જ મેઘરાજા સુરત પર મહેરબાન થયા છે. શહેરના ખટોદરા, અઠવા, રીંગ રોડ, અડાજણ, ભટાર, વેડ રોડ અને વરાછા સહિતના વિસ્તારોમાં ધીમી તેમજ મધ્યમ ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ તરફ સુરત ગ્રામ્યના ઓલપાડ તાલુકામાં પણ લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટાં પડતાં ખેતીના પાકને મોટું જીવનદાન મળ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં વરસાદનું જોર હજુ વધી શકે છે.

(11:32 AM IST)