<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

મેઘરાજાનું દક્ષિણ ગુજરાતમાં રૌદ્ર સ્વરૂપ : ૨૪ કલાકમાં ૩૩ જિલ્લાના ૧૭૩ તાલુકાઓમાં વરસાદ : સરદાર સરોવર નર્મદા ડેમ ૬૭.૮૨ ટકા ભરાયો : ૧૨ ડેમ હાઈ એલર્ટ પર : ૯૬૫૫ લોકોનું સ્થળાંતર કરાયું : હવામાન વિભાગ દ્વારા ૨૪ જુલાઈ સુધી દરિયો ન ખેડવા માછીમારોને ચેતવણી

રાજ્યમાં સિઝનનો સરેરાંશ કુલ ૩૧.૦૬ ટકા વરસાદ નોંધાયો : છેલ્લા ૨૪ કલાકમાં વલસાડના કપરાડામાં ૧૫.૬૩ ઇંચ અને નાનાપોંઢામાં ૧૧.૦૨ ઇંચ મુસળધાર : દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આફતરૂપી વરસાદથી જનજીવન પ્રભાવિત : ૨૭ SDRF અને ૧૨ NDRF ની ટીમો તૈનાત : રાજ્યમાં ૫૯.૫૯ ટકા ખરીફ વાવેતર પૂર્ણ : વીજળી અને રસ્તાઓની કામગીરી યુદ્ધધોરણે શરુ

ગાંધીનગર: રાજ્યમાં ચોમાસુ ૨૦૨૬ ની સિઝન પૂર્ણ કળાએ ખીલી ઉઠી છે. રાજ્યમાં ૨૨ જુલાઈ ૨૦૨૬ ના રોજ સાંજે ૧૭:૦૦ કલાક સુધીમાં કુલ એકંદર ૨૮૨.૩૪ મિલિમીટર એટલે કે ૧૧.૧૧ ઇંચ વરસાદ નોંધાયો છે, જે સિઝનના સરેરાશ વરસાદની સામે ૩૧.૦૬ ટકા જેટલો થાય છે. અગાઉના વર્ષોની સરખામણી કરીએ તો ૨૦૨૩માં ૯૪૮.૦૬ મિમિ (૩૭.૩૨ ઇંચ) એટલે કે ૧૦૮.૧૬ ટકા, ૨૦૨૪માં ૧૨૬૩.૯૦ મિમિ (૪૯.૭૫ ઇંચ) એટલે કે ૧૪૩.૧૪ ટકા અને ૨૦૨૫માં ૧૧૩૩.૭૫ મિમિ (૪૪.૬૩ ઇંચ) એટલે કે ૧૨૮.૫૭ ટકા વરસાદ નોંધાયો હતો. આ સિઝનમાં રાજ્યના ૨૪ તાલુકાઓમાં ૦ થી ૧.૯૬ ઇંચ (૦-૫૦ મિમિ), ૭૪ તાલુકાઓમાં ૨ થી ૪.૯૨ ઇંચ (૫૧-૧૨૫ મિમિ), ૮૬ તાલુકાઓમાં ૪.૯૬ થી ૯.૮૪ ઇંચ (૧૨૬-૨૫૦ મિમિ), ૪૩ તાલુકાઓમાં ૯.૮૮ થી ૧૯.૬૮ ઇંચ (૨૫૧-૫૦૦ મિમિ), ૧૫ તાલુકાઓમાં ૧૯.૭૨ થી ૩૯.૩૭ ઇંચ (૫૦૧-૧૦૦૦ મિમિ) અને ૨૩ તાલુકાઓમાં ૩૯.૩૭ ઇંચ (૧૦૦૦ મિમિ) થી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

૨૪ કલાકમાં ૩૩ જિલ્લાના ૧૭૩ તાલુકાઓમાં વરસાદ - દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ:
છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૩૩ જિલ્લાના ૧૭૩ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં રાજ્યનો ૨૪ કલાકનો સરેરાશ વરસાદ ૨૦.૭૪ મિમિ (૦.૮૧ ઇંચ) રહ્યો છે. ૨૪ કલાકના આંકડા મુજબ ૯૫ તાલુકામાં વરસાદ નથી નોંધાયો, ૧૪૧ તાલુકામાં ૦ થી ૧.૯૬ ઇંચ (૦-૫૦ મિમિ), ૧૪ તાલુકામાં ૨ થી ૩.૯૩ ઇંચ (૫૧-૧૦૦ મિમિ), ૦૮ તાલુકામાં ૩.૯૭ થી ૫.૯૦ ઇંચ (૧૦૧-૧૫૦ મિમિ), ૦૩ તાલુકામાં ૫.૯૪ થી ૭.૮૭ ઇંચ (૧૫૧-૨૦૦ મિમિ), ૦૫ તાલુકામાં ૭.૯૧ થી ૯.૮૪ ઇંચ (૨૦૧-૨૫૦ મિમિ), ૦૧ તાલુકામાં ૯.૮૮ થી ૧૧.૮૧ ઇંચ (૨૫૧-૩૦૦ મિમિ) અને ૦૧ તાલુકામાં ૧૩.૮૧ થી ૧૫.૭૪ ઇંચ (૩૫૧-૪૦૦ મિમિ) વરસાદ નોંધાયો છે.

છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ ધરાવતા તાલુકાઓમાં વલસાડ જિલ્લાનો કપરાડા તાલુકો મોખરે રહ્યો છે, જ્યાં ૩૯૭ મિમિ એટલે કે ૧૫.૬૩ ઇંચ જેટલો મુસળધાર વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત વલસાડના નાનાપોંઢામાં ૨૮૦ મિમિ (૧૧.૦૨ ઇંચ), નવસારીના ચીખલીમાં ૨૪૪ મિમિ (૯.૬૧ ઇંચ), વલસાડના પારડીમાં ૨૩૮ મિમિ (૯.૩૭ ઇંચ) અને નવસારીના વાંસદામાં ૨૩૫ મિમિ (૯.૨૫ ઇંચ) વરસાદ નોંધાયો છે.

આજે ૨૨ જુલાઈના રોજ સવારે ૦૬.૦૦ કલાકથી સાંજે ૧૬.૦૦ કલાક સુધીના ૧૦ કલાકના સમયગાળામાં પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. જેમાં વલસાડ તાલુકામાં ૨૪૩ મિમિ (૯.૫૭ ઇંચ), વલસાડના ઉમરગામમાં ૨૧૪ મિમિ (૮.૪૩ ઇંચ), વલસાડના પારડીમાં ૨૦૭ મિમિ (૮.૧૫ ઇંચ), નવસારીના ખેરગામમાં ૧૭૨ મિમિ (૬.૭૭ ઇંચ) અને સુરતના પલસાણામાં ૧૫૩ મિમિ (૬.૦૨ ઇંચ) વરસાદ નોંધાયો છે.

રીજિયન વાઈઝ વરસાદની સ્થિતિ:
છેલ્લા ૩૦ વર્ષના (૧૯૯૬-૨૦૨૫) સરેરાશ વરસાદની સરખામણીએ રાજ્યના વિવિધ રીજિયનમાં નોંધાયેલ વરસાદની વિગતો નીચે મુજબ છે:
• કચ્છ રીજિયન: ૩૦ વર્ષનો સરેરાશ વરસાદ ૧૯.૬૮ ઇંચ (૫૦૦ મિમિ) છે, જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૦.૦૧ ઇંચ (૦.૪૦ મિમિ) અને કુલ સરેરાશ વરસાદ ૦.૬૮ ઇંચ (૧૭.૫૦ મિમિ) નોંધાયો છે, જે સરેરાશ સામે ૩.૫૦ ટકા છે.
• ઉત્તર ગુજરાત રીજિયન: ૩૦ વર્ષનો સરેરાશ વરસાદ ૨૮.૭૪ ઇંચ (૭૩૦ મિમિ) છે, જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૦.૦૨ ઇંચ (૦.૬૭ મિમિ) અને કુલ સરેરાશ વરસાદ ૪.૨૪ ઇંચ (૧૦૭.૭૨ મિમિ) નોંધાયો છે, જે સરેરાશ સામે ૧૪.૭૫ ટકા છે.
• પૂર્વ મધ્ય ગુજરાત રીજિયન: ૩૦ વર્ષનો સરેરાશ વરસાદ ૩૨.૨૪ ઇંચ (૮૧૯ મિમિ) છે, જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૦.૧૪ ઇંચ (૩.૮૦ મિમિ) અને કુલ સરેરાશ વરસાદ ૬.૪૯ ઇંચ (૧૬૫.૦૪ મિમિ) નોંધાયો છે, જે સરેરાશ સામે ૨૦.૧૫ ટકા છે.
• સૌરાષ્ટ્ર રીજિયન: ૩૦ વર્ષનો સરેરાશ વરસાદ ૨૯.૯૯ ઇંચ (૭૬૨ મિમિ) છે, જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૦.૨૪ ઇંચ (૬.૨૯ મિમિ) અને કુલ સરેરાશ વરસાદ ૯.૩૨ ઇંચ (૨૩૬.૮૬ મિમિ) નોંધાયો છે, જે સરેરાશ સામે ૩૧.૦૮ ટકા છે.
• દક્ષિણ ગુજરાત રીજિયન: ૩૦ વર્ષનો સરેરાશ વરસાદ ૬૦.૭૦ ઇંચ (૧૫૪૨ મિમિ) છે, જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩.૬૬ ઇંચ (૯૩.૧૦ મિમિ) અને કુલ સરેરાશ વરસાદ ૨૯.૯૮ ઇંચ (૭૬૧.૭૫ મિમિ) નોંધાયો છે, જે સરેરાશ સામે ૪૯.૪૦ ટકા છે.
• સમગ્ર ગુજરાત રાજ્ય: ૩૦ વર્ષનો સરેરાશ વરસાદ ૩૫.૭૮ ઇંચ (૯૦૯ મિમિ) છે, જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૦.૮૧ ઇંચ (૨૦.૭૪ મિમિ) અને કુલ સરેરાશ વરસાદ ૧૧.૧૧ ઇંચ (૨૮૨.૩૪ મિમિ) નોંધાયો છે, જે સરેરાશ સામે ૩૧.૦૬ ટકા છે.

જિલ્લાવાર વિગતો જોઈએ તો ૨૦૨૬ની સિઝનમાં અત્યાર સુધીમાં વલસાડમાં ૫૬.૭૭ ઇંચ (૧૪૪૨ મિમિ), નવસારીમાં ૫૩.૩૦ ઇંચ (૧૩૫૪ મિમિ), ડાંગમાં ૪૫.૫૧ ઇંચ (૧૧૫૬ મિમિ), સુરતમાં ૩૭.૧૨ ઇંચ (૯૪૩ મિમિ), તાપીમાં ૨૫.૦૩ ઇંચ (૬૩૬ મિમિ), જૂનાગઢમાં ૧૯.૪૮ ઇંચ (૪૯૫ મિમિ), ગીર સોમનાથમાં ૧૭.૩૨ ઇંચ (૪૪૦ મિમિ), અમરેલીમાં ૧૩.૧૮ ઇંચ (૩૩૫ મિમિ), પંચમહાલમાં ૧૧.૨૯ ઇંચ (૨૮૭ મિમિ), ભરૂચમાં ૧૧.૦૨ ઇંચ (૨૮૦ મિમિ), નર્મદામાં ૧૦.૯૮ ઇંચ (૨૭૯ મિમિ), ભાવનગરમાં ૧૦.૦૦ ઇંચ (૨૫૪ મિમિ), મહીસાગરમાં ૭.૮૩ ઇંચ (૧૯૯ મિમિ), બોટાદમાં ૭.૪૮ ઇંચ (૧૯૦ મિમિ), વડોદરામાં ૭.૩૨ ઇંચ (૧૮૬ મિમિ), ખેડામાં ૬.૫૭ ઇંચ (૧૬૭ મિમિ), રાજકોટમાં ૬.૨૯ ઇંચ (૧૬૦ મિમિ), સુરેન્દ્રનગરમાં ૫.૮૬ ઇંચ (૧૪૯ મિમિ), અમદાવાદમાં ૫.૮૨ ઇંચ (૧૪૮ મિમિ), છોટાઉદેપુરમાં ૫.૭૮ ઇંચ (૧૪૭ મિમિ), મહેસાણામાં ૫.૭૪ ઇંચ (૧૪૬ મિમિ), અરવલ્લીમાં ૫.૭૦ ઇંચ (૧૪૫ મિમિ), ગાંધીનગરમાં ૫.૦૭ ઇંચ (૧૨૯ મિમિ), આણંદમાં ૫.૦૩ ઇંચ (૧૨૮ મિમિ), પોરબંદરમાં ૪.૬૪ ઇંચ (૧૧૮ મિમિ), સાબરકાંઠામાં ૪.૬૦ ઇંચ (૧૧૭ મિમિ), પાટણમાં ૪.૪૪ ઇંચ (૧૧૩ મિમિ), દાહોદમાં ૪.૦૧ ઇંચ (૧૦૨ મિમિ), મોરબીમાં ૩.૭૭ ઇંચ (૯૬ મિમિ), જામનગરમાં ૩.૨૨ ઇંચ (૮૨ મિમિ), વાવ-થરાદમાં ૨.૫૧ ઇંચ (૬૪ મિમિ), બનાસકાંઠામાં ૨.૨૪ ઇંચ (૫૭ મિમિ), કચ્છમાં ૦.૭૮ ઇંચ (૨૦ મિમિ) અને દેવભૂમિ દ્વારકામાં ૦.૬૬ ઇંચ (૧૭ મિમિ) વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

નર્મદા અને રાજ્યના ૨૦૬ જળાશયોની પરિસ્થિતિ:
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNL) ડેમમાં હાલ ૨,૨૬,૫૬૪ એમસીએફટી (૯૬૭.૩૩ કરોડ ઘનમીટર) પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના ૬૭.૮૨ ટકા જેટલો થાય છે. નર્મદા ડેમની પૂર્ણ સપાટી (FRL) ૪૫૪.૯૮ ફૂટ છે જ્યારે હાલની વર્તમાન સપાટી (PWL) ૪૧૯.૨૫ ફૂટ પર પહોંચી છે. ડેમમાં ૧૦,૬૬૮.૨૫ ક્યુસેક પાણીની આવક સામે નદીમાં ૬૧૩.૨૫ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

નર્મદા સિવાયના રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં કુલ ૨,૩૦,૨૯૮ એમસીએફટી પાણીનો સંગ્રહ થયો છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના ૪૧.૨૮ ટકા છે. રાજ્યના જળાશયોની સ્થિતિ નીચે મુજબ છે:
• ૧૦૦% ભરાયેલ ડેમ: ૦૬
• ૭૦% થી ૧૦૦% ભરાયેલ ડેમ: ૨૧
• ૫૦% થી ૭૦% ભરાયેલ ડેમ: ૨૧
• ૨૫% થી ૫૦% ભરાયેલ ડેમ: ૫૪
• ૨૫% થી નીચે ભરાયેલ ડેમ: ૧૦૪

રાજ્યમાં પાણીની આવકના પગલે ૧૨ ડેમ માટે હાઈ એલર્ટ, ૦૩ ડેમ માટે એલર્ટ અને ૧૨ ડેમ માટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.

૧૦૦ ટકા સંગ્રહ સાથે હાઈ એલર્ટ પર રહેલા ડેમોમાં અમરેલી જિલ્લાના ધાતરવડી (રાજૂલા), સુરજવડી (સાવરકુંડલા) તથા ધાતરવડી-૨ (૯૩.૭૨%), ભાવનગરના રોજકી (મહવા) અને શેત્રુંજી (પાલિતાણા), સુરેન્દ્રનગરના વંસાલ (ચુડા) તથા તાપીના દોસવાડા (સોનગઢ) ડેમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભાવનગરનો રંગહોળા (૯૯.૬૫%), સુરેન્દ્રનગરનો ધોળીધજા (૯૭.૦૬%), અમરેલીનો ખોડિયાર (૯૬.૮૩%), મહીસાગરનો વાણકબોરી (૯૬.૦૧%) અને અમરેલીનો રાયડી (૯૫.૨૪%) ડેમ પણ હાઈ એલર્ટ પર છે.

એલર્ટ પર રહેલા ૩ ડેમોમાં ભાવનગરનો માલણ (૮૬.૫૪%), સુરતનો લકીગામ (૮૬.૩૮%) અને ગીર સોમનાથનો રાવળ (૮૧.૨૨%) ડેમ છે. જ્યારે વોર્નિંગ હેઠળ રહેલા ૧૨ ડેમોમાં ભાવનગરનો ખારો (૭૯.૩૩%) અને હનોલ (૭૨.૫%), અમરેલીનો શેલ-દેડુમલ (૭૮.૬૨%), રાજકોટનો લાલપરી (૭૮.૦૮%), વેણુ-૨ (૭૬.૫૩%) અને આજી-૨ (૭૩.૨૯%), જૂનાગઢનો બાંટવા-ખારો (૭૪.૫૫%), પોરબંદરનો સરણ (૭૩.૩૭%), ભરૂચનો ધોળી (૭૩.૧૧%), છોટાઉદેપુરનો સુખી (૭૨.૩૪%), બોટાદનો કાળુભાર (૭૨.૩૩%) અને કચ્છનો કાળાધોઘા (૭૦.૬૮%) ડેમ સમાવિષ્ટ છે.

મુખ્ય ડેમોની સપાટી અને આવક-જાવકની વિગતો જોઈએ તો, ધરોઈ ડેમ ૪૫.૮૧%, સીપુ ૪.૯૨%, દાંતીવાડા ૨૫.૬૨%, હાથમતી ૪૮.૦૮%, સુખી ૭૨.૩૪%, વાત્રક ૪૬.૧૪%, મચ્છુ-૧ ૨૦.૦૯%, કડાણા ૩૯.૭૨% (આવક ૨૯૦ ક્યુસેક, નદીમાં જાવક ૧૨૦૦ ક્યુસેક), પાનમ ૫૩.૬૩% (આવક ૧૧૦ ક્યુસેક), કરજણ ૪૬.૭૮% (આવક ૩૪૩૩ ક્યુસેક), ભાદર ૧૩.૭૨%, ઉકાઈ ૪૦.૧૬% (આવક ૪૧૫૧૦ ક્યુસેક), ઉંડ-૧ ૫.૭૯%, દમણગંગા ૫૪.૪૫% (આવક ૬૩૧૬૮ ક્યુસેક, નદીમાં જાવક ૯૬૨૫૩ ક્યુસેક), બ્રાહ્મણી ૨૩.૯૮% (આવક ૬૦ ક્યુસેક) અને મચ્છુ-૨ ૩૯.૧૧% (આવક ૯૪૨ ક્યુસેક) ભરાયેલ છે. શેત્રુંજી ડેમ ૧૮૨.૧૮ મીટરની વર્તમાન સપાટી સાથે ૧૦૦ ટકા ભરાઈ ગયો છે. અમરેલીનો ધાતરવડી ડેમ ૮૧.૨૪ મીટરની વર્તમાન સપાટી સાથે ૧૦૦ ટકા ભરાયેલ છે અને તેમાં ૧૬ ક્યુસેક આવક સામે ૧૬ ક્યુસેક જાવક ચાલુ છે. મહીસાગરનો વાણકબોરી ડેમ ૬૭.૦૬ મીટરની વર્તમાન સપાટી સાથે ૯૬.૦૧ ટકા ભરાયો છે જેમાં ૧૦૦૦ ક્યુસેક આવક સામે ૩૦૦ ક્યુસેક જાવક થઈ રહી છે.
૯૬૫૫ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર, ૩૭૩૦ લોકોનું રેસ્ક્યુ:
ચોમાસુ-૨૦૨૬ (૦૧.૦૬.૨૦૨૬ થી આજ દિન સુધી) દરમિયાન ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે રાજ્યભરમાંથી કુલ ૯૬૫૫ લોકોનું વિસ્થાપન/સ્થળાંતર કરવામાં આવ્યું છે અને ૩૭૩૦ લોકોને મુશ્કેલ પરિસ્થિતિમાંથી સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.

જિલ્લાવાર સ્થળાંતર અને રેસ્ક્યુના આંકડા:
• સુરત: ૪૮૨૦ લોકોનું સ્થળાંતર અને ૩૪૧૬ લોકોનું રેસ્ક્યુ
• નવસારી: ૩૧૩૯ લોકોનું સ્થળાંતર અને ૧૨૦ લોકોનું રેસ્ક્યુ
• અમરેલી: ૬૪૧ લોકોનું સ્થળાંતર અને ૧૧૬ લોકોનું રેસ્ક્યુ
• ગીર સોમનાથ: ૪૮૦ લોકોનું સ્થળાંતર અને ૧૨ લોકોનું રેસ્ક્યુ
• જૂનાગઢ: ૨૯૭ લોકોનું સ્થળાંતર અને ૩ લોકોનું રેસ્ક્યુ
• વલસાડ: ૧૬૮ લોકોનું સ્થળાંતર અને ૨૦ લોકોનું રેસ્ક્યુ
• આણંદ: ૬૦ લોકોનું સ્થળાંતર
• ભાવનગર: ૫૦ લોકોનું સ્થળાંતર
• ડાંગ: ૪૧ લોકોનું રેસ્ક્યુ
• પોરબંદર: ૧ વ્યક્તિનું રેસ્ક્યુ
• તાપી: ૧ વ્યક્તિનું રેસ્ક્યુ
NDRF ની ૧૨ ટીમો અને SDRF ની ૨૭ પ્લાટુન મેદાનમાં:
આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્યમાં ૧૨ NDRF ની ટીમો અને ૨૭ SDRF ની પ્લાટુન વિવિધ જિલ્લાઓમાં તૈનાત (Deployed) કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ૨ NDRF ટીમ અને ૬ SDRF પ્લાટુન રિઝર્વ (Reserved) રાખવામાં આવી છે.
તૈનાતીની વિગત મુજબ અમદાવાદમાં ૧ NDRF અને ૨ SDRF (૧ SDRF રિઝર્વ), અમરેલીમાં ૧ NDRF, આણંદમાં ૧ SDRF, બનાસકાંઠામાં ૧ NDRF અને ૧ SDRF, ભરૂચમાં ૧ SDRF, ભાવનગરમાં ૧ NDRF, છોટાઉદેપુરમાં ૧ SDRF, દેવભૂમિ દ્વારકામાં ૧ NDRF, ગાંધીનગરમાં ૧ SDRF (૧ NDRF અને ૧ SDRF રિઝર્વ), ગીર સોમનાથમાં ૧ SDRF, જામનગરમાં ૧ SDRF, જૂનાગઢમાં ૧ NDRF અને ૧ SDRF, કચ્છમાં ૧ NDRF, ખેડામાં ૧ SDRF (૧ SDRF રિઝર્વ), મહીસાગરમાં ૧ SDRF, મોરબીમાં ૧ SDRF, નર્મદામાં ૧ SDRF, નવસારીમાં ૨ SDRF, પંચમહાલમાં ૧ SDRF (૧ SDRF રિઝર્વ), પાટણમાં ૧ SDRF, પોરબંદરમાં ૧ NDRF, રાજકોટમાં ૧ NDRF અને ૨ SDRF (૧ SDRF રિઝર્વ), સુરતમાં ૨ NDRF અને ૩ SDRF, તાપીમાં ૧ SDRF, ડાંગમાં ૧ SDRF, વડોદરામાં ૧ SDRF (૧ NDRF અને ૧ SDRF રિઝર્વ) તથા વલસાડમાં ૧ NDRF અને ૧ SDRF ની ટીમ કાર્યરત છે. વડોદરા ખાતેની રિઝર્વ ટીમો પૈકી ૧ NDRF ટીમ ચોમાસાના ડિપ્લોયમેન્ટ માટે ઉદયપુર, રાજસ્થાન ખાતે મોકલવામાં આવી છે.
વીજ પુરવઠો, રસ્તાઓ અને એસ.ટી. બસ વ્યવહાર પર અસર:
• વીજળી (GUVNL): રાજ્યમાં વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલા તમામ ૩૪૧૩ ગામડાઓનો વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૧ નવા ગામડાઓમાં વીજળી ખોરવાઈ હતી જેને તાત્કાલિક રીપેર કરી દેવાઈ છે. અસરગ્રસ્ત ૭૧૭૯ ફીડરોમાંથી ૭૧૬૭ પૂર્વવત કરાયા છે (૧૨ પેન્ડિંગ). ૭૬૮૫ વીજ થાંભલાઓમાંથી ૭૬૫૭ પૂર્વવત કરાયા છે (૨૮ પેન્ડિંગ) અને ૪૦૧ ટ્રાન્સફોર્મર સેન્ટરમાંથી ૩૯૯ પૂર્વવત કરી દેવાયા છે (૨ પેન્ડિંગ).

• માર્ગ અને મકાન વિભાગ (Roads & Buildings): ૨૨ જુલાઈના રોજ બપોરે ૧૪:૦૦ કલાકની સ્થિતિએ વરસાદને કારણે કુલ ૬૦૪ રસ્તાઓ બંધ થયા હતા. જેમાં ૫ સ્ટેટ હાઈવે (સુરતમાં ૨ અને તાપીમાં ૩), ૧૬ અન્ય માર્ગો (નવસારીમાં ૩, વલસાડમાં ૩ અને ડાંગમાં ૧) તથા ૫૮૩ પંચાયત હસ્તકના રસ્તાઓ (સુરતમાં ૪૩, તાપીમાં ૪૮, નવસારીમાં ૧૬૧, વલસાડમાં ૩૧૦, ડાંગમાં ૧૩, રાજકોટમાં ૨, જૂનાગઢમાં ૩, અમરેલીમાં ૨ અને પોરબંદરમાં ૨) બંધ થયા છે. અગાઉના ૪૬૩ રોડ બંધ હતા જેમાં ૧૪૧ નવા ઉમેરાતા કુલ ૬૦૪ રસ્તાઓ બંધ થવા પામ્યા છે.

• એસ.ટી. નિગમ (GSRTC): બપોરે ૧૫:૦૦ કલાકની પરિસ્થિતિ મુજબ રાજ્યભરમાં કુલ ૩૮ રૂટ પર ૨૨૫ ટ્રીપો બંધ કરવામાં આવી છે. જેમાં સુરત વિભાગની ૧ ટ્રીપ (રૂ. ૧,૬૭૪ ની આવક નુકસાન), નવસારીમાં ૧૩ ટ્રીપ (રૂ. ૩૩,૯૪૦ નુકસાન), વલસાડમાં ૨૦ ટ્રીપ (રૂ. ૧,૦૫,૫૦૮ નુકસાન) અને ડાંગમાં ૪ ટ્રીપ (રૂ. ૧,૬૯૩ નુકસાન) મળીને GSRTC ને કુલ રૂ. ૧,૪૨,૮૧૫ ની દૈનિક આવકનું નુકસાન થયું છે.
માછીમારોને ચેતવણી અને હવામાન વિભાગની આગાહી:
ભારત મૌસમ વિજ્ઞાન કેન્દ્ર (IMD) અમદાવાદ દ્વારા દરિયામાં તોફાની હવામાન અને ભારે પવનની શક્યતાને ધ્યાને રાખીને માછીમારોને તા. ૨૨/૦૭/૨૦૨૬ થી ૨૪/૦૭/૨૦૨૬ સુધી દરિયો ન ખેડવા માટે કડક આદેશ અને સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગામી દિવસોની ભારે વરસાદની ચેતવણી (Warning Map) મુજબ:
• ૨૨/૦૭/૨૦૨૬ (દિવસ-૧): સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર તેમજ ભરૂચ અને નર્મદામાં ભારેથી અતિ ભારે વરસાદ તથા ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે.
• ૨૩/૦૭/૨૦૨૬ (દિવસ-૨): દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલી તથા ખેડા, પંચમહાલ, વડોદરા અને આણંદમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.
• ૨૪/૦૭/૨૦૨૬ (દિવસ-૩): છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની લાલ ચેતવણી (Red Alert) છે.
• ૨૫/૦૭/૨૦૨૬ (દિવસ-૪) થી ૨૭/૦૭/૨૦૨૬ (દિવસ-૬): રાજ્યના મોટાભાગના વિસ્તારો અને દક્ષિણ ગુજરાત તથા ઉત્તર-મધ્ય ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી સાથે તંત્રને સતર્ક રહેવા જણાવાયું છે.

રાજ્યમાં ખરીફ વાવેતરની સ્થિતિ:
બીજી તરફ સાર્વત્રિક વરસાદને કારણે રાજ્યમાં ખરીફ ૨૦૨૬ નું વાવેતર ઝડપથી આગળ વધી રહ્યું છે. ૨૦ જુલાઈ ૨૦૨૬ સુધીના આંકડા અનુસાર રાજ્યમાં સામાન્ય વાવેતર વિસ્તાર (૮૫,૩૦,૮૦૩ હેક્ટર) ની સામે ૫૦,૮૩,૦૭૯ હેક્ટરમાં એટલે કે ૫૯.૫૯ ટકા વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે.

મુખ્ય પાકોમાં ડાંગરનું ૨,૨૫,૫૦૮ હેક્ટર (૨૫.૩૮%), બાજરી ૮૦,૭૬૩ હેક્ટર (૪૫.૦૩%), જુવાર ૫,૯૨૩ હેક્ટર (૩૫.૩૨%), મકાઈ ૨,૧૯,૪૬૨ હેક્ટર (૭૭.૫૦%), તુવેર ૧,૩૬,૫૦૨ હેક્ટર (૫૩.૨૩%), મગ ૮,૨૨૭ હેક્ટર (૧૪.૬૩%), મઠ ૪,૯૭૨ હેક્ટર (૩૩.૭૫%), અડદ ૪૮,૯૭૩ હેક્ટર (૫૯.૫૪%), મગફળી ૧૬,૪૮,૧૧૫ હેક્ટર (૮૬.૦૫%), તલ ૬,૩૧૧ હેક્ટર (૧૨.૭૪%), દિવેલા ૨૨,૮૮૩ હેક્ટર (૩.૩૪%), સોયાબીન ૨,૪૮,૬૫૧ હેક્ટર (૮૮.૪૦%), કપાસ ૧૮,૭૫,૮૪૪ હેક્ટર (૭૮.૭૧%), ગુવાર ૧૦,૬૪૯ હેક્ટર (૧૨.૧૨%), શાકભાજી ૧,૪૧,૨૫૫ હેક્ટર (૫૨.૮૫%) અને ઘાસચારાનું ૩,૯૬,૩૬૪ હેક્ટર (૩૮.૯૧%) વાવેતર નોંધાયું છે. કુલ ધાન્ય પાકોનું ૩૮.૬૯%, કઠોળ પાકોનું ૪૭.૭૫% અને તેલીબિયાં પાકોનું ૬૫.૭૦% વાવેતર સંપન્ન થઈ ગયું છે.

(6:29 PM IST)