તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Saturday, 25th July 2026
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: પાટણમાં ૧૫ ઈંચ વરસાદથી જળબંબાકાર, કચ્છ અને બનાસકાંઠામાં રેડ એલર્ટ જાહેર, રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બપોરે ૧૨ સુધી અતિ ભારે વરસાદની ચેતવણી: નાઉકાસ્ટ જાહેર

રાજકોટ: ગુજરાત રાજ્યમાં હાલ ચોમાસું અત્યંત સક્રિય બન્યું છે અને મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ૩ કલાક માટે એટલે કે બપોરે ૧૨ વાગ્યા સુધી અતિ ભારે વરસાદની આગાહી સાથે નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં સવાર સુધીમાં જ ૧૫ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકી જતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે.
બીજી તરફ મોરબી, જામનગર, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મહેસાણામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
અવિરત વરસાદના કારણે રાજકોટ પંથકની મોજ નદી ગાંડીતૂર બની છે.
જ્યારે મોરબી પંથકમાં ફસાયેલા એક સગીરનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
