News of Wednesday, 17th June 2026
અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી
રાજસ્થાન તરફથી આવેલા વાદળોને કારણે વાતાવરણ પલટાયું: સરહદી વિસ્તાર એવા વાવ અને થરાદ પંથકના ગ્રામીણ વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે મેઘરાજાનું ધમાકેદાર આગમન

ઉત્તર ગુજરાતના અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. અરવલ્લી જિલ્લાના ભિલોડા નગર અને આજુબાજુના વિસ્તારોમાં રાજસ્થાન તરફથી આવેલા વાદળોને કારણે વાતાવરણ પલટાયું હતું અને વરસાદ શરૂ થયો હતો. બીજી તરફ બનાસકાંઠાના સરહદી વિસ્તાર એવા વાવ અને થરાદ પંથકના ગ્રામીણ વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. થરાદ પંથકના ખેડૂતો લાંબા સમયથી ચોમાસાની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આ વરસાદ પડતાં જ ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને લોકોને ગરમીથી છુટકારો મળ્યો છે.
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
