<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

દાહોદ પંથકમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાનું આગમન

ધાનપુર શહેર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો: ખોખરા, ઘડા, ડભવા અને તરમકાચ સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ શરૂ

દાહોદ પંથકમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાનું આગમન થયું છે. ધાનપુર શહેર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને ખોખરા, ઘડા, ડભવા અને તરમકાચ સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. ગરમી અને બફારા વચ્ચે શરૂ થયેલા આ વરસાદી ચોમાસાના માહોલને પગલે સમગ્ર વાતાવરણમાં સરસ ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી સ્થાનિક રહીશોને ભારે રાહત મળી છે.

(8:48 PM IST)