તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
આવતીકાલે નરેશભાઈ પટેલના જન્મદિવસે ૭૫થી વધુ સ્થળોએ યોજાશે મેગા બ્લડ ડોનેશન કેમ્પ
કાલે શનિવારે ૧૧ જુલાઈએ ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

રાજકોટઃ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે છેલ્લા ઘણા વર્ષોથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ વર્ષે પણ શ્રી નરેશભાઈ પટેલના ૬૧મા જન્મદિવસે રાજકોટ સહિત ગુજરાત અને ગુજરાત બહાર કુલ ૭૫થી વધુ સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે ૧૧ જુલાઈ ને શનિવારે સવારે ૮ થી બપોરે ૧૨ વાગ્યા સુધી રાજકોટ શહેરમાં ત્રણ સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. જેમાં રક્તદાન કરીને આ રાષ્ટ્રસેવામાં સહભાગી થવા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
છેલ્લા ૨૬ વર્ષથી શ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તેઓના જન્મદિવસે સર્વરોગ નિદાન કેમ્પ, મેગા રક્તદાન કેમ્પ, કુદરતી આપત્તિઓમાં સહાય સહિતના સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. હજારોની સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરી જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત પહોંચાડે છે. તમામ સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાઈને ઉત્સાહથી રક્તદાન કરે છે.
રાજકોટ શહેરમાં (૧) સરદાર પટેલ ભવન, ન્યૂ માયાણીનગર (૨) પટેલવાડી, બેડીપરા અને (૩) રાધેશ્યામ બેન્ક્વેટ હોલ, કોઠારીયા રોડ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. આ ઉપરાંત ગોંડલ, ધોરાજી, મેટોડા, જસદણ, ખામટા, જેતપુર, જૂનાગઢ, કેશોદ, વિસાવદર, ભેસાણ, મેંદરડા, ગીર સોમનાથના વેરાવળ, તાલાલા ગીર, ગીર ગઢડા, ભાવનગર, મહુવા, રાજુલા, પોરબંદર, અમરેલી, લાઠી, સાવરકુંડલા, કુંકાવાવ, વડીયા, દામનગર, ધારી, બાબરા, ચલાલા, બગસરા, મોરબી, સુરેન્દ્રનગર, અંકલેશ્વર, મહેસાણા, જામનગર શહેરમાં ૭ સ્થળે, વિભાપર, ઠેબા, નંદપુર, મોડપર, સુમરા, હરીપર, ભાદરા, મજોઠ, લતીપુર, ધ્રોલ, નિકાવા, મોટા વડાળા, ખરેડી, પાતા મેઘપર, પીપરટોડા, મહીસાગર, હિંમતનગર, પાટણ, અમદાવાદ, સુરત, વડોદરા, રાજપીપળા, વલસાડ, મુંબઈ, ચેન્નાઈ, મધ્યપ્રદેશના ઝરખેડા અને તીલગારા ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી નરેશભાઈના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યો પણ હાથ ધરવામાં આવશે. જેમાં ભરૂચ, અંકલેશ્વર, ભાવનગર, અરવલ્લી, પાલનપુર અને બોટાદ ખાતે વિવિધ આશ્રમોમાં અને વળદ્ધાશ્રમોમાં ભોજન કરાવવામાં આવશે. આ ઉપરાંત બોટાદ, અમદાવાદ અને ભાવનગર ખાતે વળક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. જ્યારે બોટાદમાં ગાયોને ઘાસચારો નાખવામાં આવશે અને નિકાવા અને ખરેડી ખાતે સર્વરોગ નિદાન-ચિકિસ્તા કેમ્પનું પણ ૧૧ જુલાઈના રોજ આયોજન કરાયું છે. આમ શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસની વિવિધ સેવાકીય કાર્યો થકી પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવશે. તેમ શ્રી ખોડલધામ ટ્રસ્ટ, કાગવડની યાદીમાં જણાવાયું છે.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
