<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

વાપીના મેયર અને વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ કોણ બનશે ?

OBC મહિલા અનામતે બદલ્યા સમીકરણોઃ ભાજપની સેન્‍સ પ્રક્રિયા પુરી

અમદાવાદઃ વલસાડ જિલ્લામાં પણ ભાજપ દ્વારા આજે સેંન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી.. જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને ઉમરગામ નગરપાલિકાના પ્રમુખ અને વાપી મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે પણ સેંન્સ પ્રક્રિયા હાથ ધરાઇ હતી. 

 

ભાજપ દ્વારા નિમાયેલા પ્રદેશના નિરીક્ષકો એ આ સેન્સ પ્રક્રિયા દરમિયાન દાવેદારોની સાથે તેમના સમર્થકો અને અન્ય ચુંટાયેલા સભ્યોને પણ સાંભળ્યા હતા. વલસાડ જિલ્લામાં વલસાડ જિલ્લા પંચાયતની સાથે 6 તાલુકા પંચાયતો વલસાડ, ધરમપુર, નાનાપોઢા, કપરાડા, પારડી અને ઉમરગામ તાલુકા પંચાયતનામાં ભાજપ પ્રચંડ બહુમતિથી સત્તા પર આવ્યુ હતુ. આથી હવે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ મેળવવા માટે દાવેદારોમાં હોડ લાગી છે. 

 

વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ અને વાપી મહાનગરપાલિકાના મેયર પદ ઓબીસી મહિલા માટે અનામત છે. આથી વાપી મહાનગરપાલિકામાં સાત મહિલાઓ ઓબીસી વર્ગની ચૂંટાઈ આવી છે. તો જિલ્લા પંચાયતમાં માત્ર બે મહિલાઓ જ ઓબીસી વર્ગની ચૂંટાઈ છે. જોકે જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે હેતલ જીતેશ પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે. તો વાપી મનપાના મેયરપદ માટે ઉન્નતી પટેલ, મિત્તલ નંદાણીયા, પ્રિયંકા કહાર, ઉષાબેન પટેલ, દક્ષાબેન પટેલ સહિતની મહિલાઓ મેયર પદ માટે રેસમાં છે. આથી આજે ભાજપની યોજાયેલી સેંન્સ પ્રક્રિયામાં દાવેદારીને લઈ પાર્ટીનું આંતરિક રાજકારણ પણ ગરમાયું હતું. 

(3:42 PM IST)