News of Thursday, 28th May 2026
સુરત મહાનગરપાલિકાના માયા માવાણી નવા મેયર અને સુધાકર ચૌધરી ડેપ્યુટી મેયર તરીકે જાહેર
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલની વરણી:પક્ષના નેતા તરીકે અલ્પાબેન મહેતાને જવાબદારી સોંપવામાં આવી

સુરત મહાનગરપાલિકા નવા પદાધિકારીઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મનપાના નવા મેયર તરીકે માયાબેન માવાણીની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે સુધાકાર ચૌધરીને જવાબદારી સોંપવામાં આવી છે.
આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલની વરણી કરવામાં આવી છે. પક્ષના નેતા તરીકે અલ્પાબેન મહેતાને જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
નવા પદાધિકારીઓના નામ જાહેર થતાં ભાજપ કાર્યકરો અને સમર્થકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. સુરત મનપામાં નવા નેતૃત્વને લઈને રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાઓ તેજ બની છે.
નવા મેયર માયાબેન માવાણીએ શહેરના વિકાસ, સ્વચ્છતા, ટ્રાફિક વ્યવસ્થા, પાણી પુરવઠો અને નાગરિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હોવાનું જાણવા મળ્યું છે. શહેરના સર્વાંગી વિકાસ માટે તમામ સભ્યો અને અધિકારીઓ સાથે સંકલનથી કાર્ય કરવાની તેઓએ વાત કરી હતી.
ડેપ્યુટી મેયર સુધાકાર ચૌધરીએ પણ શહેરના વિકાસકાર્યોને વધુ ગતિ આપવા માટે ટીમવર્કથી કાર્ય કરવાની વાત કરી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે વિકાસકાર્યોમાં પારદર્શિતા અને ઝડપી નિર્ણય પ્રક્રિયા પર ભાર મૂક્યો હતો.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
