તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
‘મે દિવસ’ : આંતરરાષ્ટ્રીય શ્રમયોગી દિવસે ગુજરાતે લખી શ્રમિક સશક્તીકરણની નવી પરિભાષા : 12 લાખથી વધુ શ્રમિકોને રૂ. 2029 કરોડનું બોનસ ચૂકવાયું, ‘શ્રમ સેતુ પોર્ટલ’થી 5 હજારથી વધુ અરજીઓનો ઓનલાઈન નિકાલ
શ્રમિક એટલે સશક્ત ભારતનો મજબૂત આધાર: ટેકનોલોજી અને સંવેદનાના સંગમથી ગુજરાત બન્યું રોલ મોડેલ : નરેન્દ્રભાઈ મોદીના 'વિકસિત ભારત@2047'ના સંકલ્પને સિદ્ધ કરવા ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અગ્રેસર ભૂમિકા

ગાંધીનગર, તા. 30 : કોઈપણ રાષ્ટ્રની પ્રગતિની ઈમારત તેના શ્રમિકોના પરસેવા પર ચણાયેલી હોય છે. તા. 1લી મે એટલે કે ‘આંતરરાષ્ટ્રીય શ્રમયોગી દિવસ’ એ માત્ર દિવસ નથી, પરંતુ શ્રમની સાધના કરનારા કરોડો કર્મયોગીઓના ઋણ સ્વીકારનો પર્વ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'વિકસિત ભારત@2047'ના સંકલ્પને સિદ્ધ કરવા ગુજરાત આજે શ્રમિક સશક્તીકરણની નવી પરિભાષા લખી રહ્યું છે.
રૂ. 2029 કરોડની બોનસ ચૂકવણી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ટેકનોલોજી અને માનવીય સંવેદનાનો સુમેળ સાધીને શ્રમિકોને આર્થિક ન્યાય અને સુરક્ષા પૂરી પાડવામાં દેશભરમાં અગ્રેસર ભૂમિકા ભજવી છે. રાજ્ય સરકારની મધ્યસ્થી અને સમજાવટના પરિણામે વર્ષ 2024-25 દરમિયાન 12.44 લાખથી વધુ શ્રમિકોને રૂ. 2029.17 કરોડની રકમ બોનસ તરીકે ચૂકવણી કરાવવામાં આવી છે. આ ઉપરાંત વર્ષ 2025 દરમિયાન કુલ 1,232 સંસ્થાઓના 7,655 શ્રમયોગીઓને રૂ. 11.13 કરોડથી વધુની રકમ વેતન તફાવત તરીકે ચૂકવવામાં આવી છે.
'શ્રમ સેતુ પોર્ટલ’: ટેકનોલોજી-સંવેદનશીલતાના સંગમથી શ્રમિકોનું જીવન બન્યું સુગમ
શ્રમિકોના પ્રશ્નોનું ડિજિટલ માધ્યમથી ઝડપી સમાધાન થાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ‘શ્રમ સેતુ પોર્ટલ’ કાર્યરત કરવામાં આવ્યું છે. આ પોર્ટલમાં ઔદ્યોગિક શ્રમયોગીઓના ગ્રેજ્યુઈટી, પગાર વધારો કે છૂટા કરવા જેવા વિવાદોની અરજીઓ માટે ‘કેસ એન્ડ ક્લેઈમ મોડ્યુલ’ વિકસાવવામાં આવ્યું છે. વર્ષ 2025 દરમિયાન આ મોડ્યુલ થકી કુલ 5,550 અરજીઓ પર પારદર્શક રીતે ઓનલાઈન કાર્યવાહી કરવામાં આવી છે.
નિરીક્ષણોથી માંડીને ક્ષતિઓની પૂર્તતા સુધીની તમામ પ્રક્રિયા ‘ઈન્સ્પેક્શન મોડ્યુલ’ થકી ઓનલાઈન કરવામાં આવે છે. વર્ષ 2025માં રાજ્ય સરકાર દ્વારા કુલ 13,810 ઓનલાઈન ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યા હતા.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
