તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Friday, 2nd October 2026
બાવળા-બગોદરા હાઈવે પર ભાયલા બ્રિજ નજીક લક્ઝરી બસમાં ભીષણ આગ
તમામ 45 મુસાફરો બસમાંથી સુરક્ષિત રીતે નીચે ઉતરી ગયા: મુસાફરોનો માલસામાન આગની ઝપેટમાં આવી બળીને ખાખ થઈ ગયો

અમદાવાદના બાવળા-બગોદરા હાઈવે પર ભાયલા બ્રિજ નજીક મોડી રાત્રે 45 મુસાફરો ભરેલી લક્ઝરી બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. બસમાં આગ લાગતાં મુસાફરોમાં અફરાતફરી મચી હતી, પરંતુ સમયસૂચકતા દાખવી તમામ 45 મુસાફરો બસમાંથી સુરક્ષિત રીતે નીચે ઉતરી ગયા હતા, જેથી મોટી જાનહાનિ ટળી હતી. જોકે, બસમાં સવાર મુસાફરોનો માલસામાન આગની ઝપેટમાં આવી બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને પગલે હાઈવે પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
