તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
સુરતના અડાજણ વિસ્તારમાં વાહનના શોરૂમમાં ભીષણ આગ ભભૂકી : 10 જેટલા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચ્યા
આગ એટલી વિકરાળ હતી કે થોડી જ વારમાં સમગ્ર શોરૂમને પોતાની ચપેટમાં લઈ લીધો

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આજે એક ખાનગી વાહનના શોરૂમમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી વિકરાળ હતી કે થોડી જ વારમાં સમગ્ર શોરૂમને પોતાની ચપેટમાં લઈ લીધો હતો. આગમાંથી ઉઠતા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળતા હોવાથી આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આગની જ્વાળાઓએ નજીકમાં આવેલા એક રેસ્ટોરન્ટને પણ પોતાની ચપેટમાં લીધું હતું, જેના કારણે આગ વધુ ફેલાવાની આશંકા ઉભી થઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.
આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગના 10 જેટલા ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. ફાયર જવાનોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.
પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ફાયર વિભાગ અને સંબંધિત એજન્સીઓ દ્વારા આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે વિસ્તારમાં ભારે ભીડ જામી હતી, જેને નિયંત્રિત કરવા માટે પોલીસ પણ સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી.
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
