તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Wednesday, 18th November 2026
સુરતના હોજીવાળા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં સાડીની ફેક્ટરીમાં ભીષણ આગ : ચાર માળ સુધી જ્વાળાઓ પ્રસરી, સમગ્ર વિસ્તારમાં અફરાતફરી
ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે દોડી : આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ, આગ લાગવાનું કારણ અકબંધ

સુરત : સુરતના સચિન વિસ્તારમાં આવેલા હોજીવાળા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટની સાડી બનાવતી કંપનીમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં જ્વાળાઓ કંપનીના ચાર માળ સુધી પ્રસરી ગઈ હતી.
આગની ઘટના બનતાં કંપનીના કર્મચારીઓ તથા આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જીવ બચાવવા કર્મચારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. આગ અંગે જાણ થતાં ફાયર બ્રિગેડના પાંચ ફાયર ફાઇટર સાથેની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ ઉપર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.
ભીષણ આગને કારણે આસપાસના ઔદ્યોગિક એકમોમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો હતો. આગ વધુ ન પ્રસરે તે માટે ફાયર વિભાગ દ્વારા પ્રયાસો હાથ ધરાયા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. જાનહાનિ તથા નુકસાન અંગેની સત્તાવાર વિગતો પણ ઉપલબ્ધ થઈ નથી.
(11:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
