તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd April 2026
ઝઘડિયા જીઆઈડીસીમાં કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ ભભૂકી :10 શ્રમિકો ઈજાગ્રસ્ત :2ની હાલત ગંભીર
મેટ્રોપોલિટન એક્ઝીમ કંપનીમાં આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી: જીઆઈપીસીબી, ઔદ્યોગિક સુરક્ષા તથા આરોગ્ય વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી

ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં 10 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 2ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
મેટ્રોપોલિટન એક્ઝીમ કંપનીમાં આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગને કાબૂમાં લેવા પ્રયાસ શરૂ કર્યો હતો. સાથે જ જીઆઈપીસીબી, ઔદ્યોગિક સુરક્ષા તથા આરોગ્ય વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
આગના કારણે દૂર-દૂર સુધી આગના ધુમાડાના ગોટા જોવા મળતા વિસ્તારમાં ચિંતા ફેલાઈ હતી. આ કંપની સ્પેશિયાલિટી કેમિકલનું ઉત્પાદન કરતી હોવાનું જાણવા મળ્યું છે.
(6:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
