<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

સુરતના પલસાણામાં મૃણાલ એક્સપોર્ટના બંધ ગોડાઉનમાં ભીષણ આગ

પલસાણા અને બારડોલી ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો

સુરતના પલસાણા ખાતે આવેલા મૃણાલ એક્સપોર્ટના એક બંધ ગોડાઉનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. વરસાદી પાણી ભરાવાને કારણે લાંબા સમયથી બંધ રહેલા આ ગોડાઉનમાં રહેલા ઓઈલ અને યાર્નના જથ્થામાં આગ ભભૂકી ઉઠી હતી. બાજુની મિલના કર્મચારીઓએ ધુમાડો જોઈ માલિકને જાણ કરી હતી. પલસાણા અને બારડોલી ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.,

(11:03 PM IST)