News of Saturday, 11th July 2026
ખેડાના કનેરા ગામની સીમમાં લાકડાના દરવાજા બનાવતી કંપનીમાં ભીષણ આગ :લાખોનો માલસામાન બળીને ખાખ
ખેડા, અસલાલી અને નડિયાદની ફાયર ટીમોએ સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો

ખેડાના કનેરા ગામની સીમમાં આવેલી આસાન અને અરિહંત એન્ટરપ્રાઇઝ નામની લાકડાના દરવાજા બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગતા લાખો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. કંપનીમાં અસંખ્ય કારીગરો હાજર હોવા છતાં ફાયર સેફ્ટીના પૂરતા સાધનો ન હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આગ લાગ્યા બાદ સંચાલકોએ સમયસર ફાયર વિભાગને જાણ કરવાને બદલે મજૂરો પાસે સામાન્ય સાધનોથી આગ ઓલવવાનો પ્રયાસ કરાવ્યો હતો. બાદમાં ખેડા, અસલાલી અને નડિયાદની ફાયર ટીમોએ સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
(12:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
