<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

અમદાવાદના પાલડીમાં સ્પા સેન્ટરમાં ભીષણ આગ : ધુમાડા વચ્ચે ફસાયેલા 4 લોકોનું સફળ રેસ્ક્યૂ

ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચીને મોટી દુર્ઘટના ટાળી : આગનું કારણ હજુ અકબંધ

અમદાવાદ તા.૨૫ : અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા એક સ્પા સેન્ટરમાં આજે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ચારેબાજુ ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા.

 

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્પા સેન્ટરની અંદર ધુમાડા વચ્ચે 4 લોકો ફસાયેલા હોવાની માહિતી મળતા જ ફાયર જવાનોએ ઝડપથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું અને ભારે જહેમત બાદ ચારેય લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.

 

પ્રાથમિક માહિતી મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે, જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(5:03 PM IST)