<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

ગાંધીનગરના સાંતેજ વિસ્તારમાં પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ અગ્નિકાંડ : એક વ્યક્તિનું મોત :ત્રણ લોકો ગંભીર

ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવા 12 લાખ લીટર પાણીનો મારો ચલાવાયો :ગઈ સાંજે લાગેલી આ આગ આજે સવારે કાબૂમાં આવી શકી

ગાંધીનગરના સાંતેજ વિસ્તારમાં આવેલી એક પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ અગ્નિકાંડ સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. આગની ચપેટમાં આવતા અન્ય ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

  ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમો સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવા માટે લગભગ 12 લાખ લીટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ગઈકાલે સાંજે લાગેલી આ આગ આજે સવારે કાબૂમાં આવી શકી હતી, જેના કારણે વિસ્તારમાં ભારે નુકસાન થયું છે.

(11:36 AM IST)