<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

અમદાવાદમાં ટોરેન્ટ પાવર સ્ટેશન પાસે ડમ્પિંગ સાઇટમાં ભીષણ આગ: ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટના સ્થળે

પાવર સ્ટેશન નજીક હોવાને કારણે આગ વધુ ન પ્રસરે તે માટે ફાયર વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી એક ડમ્પિંગ સાઇટમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ આગ ટોરેન્ટ પાવર સ્ટેશનની નજીક લાગી હોવાથી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. પ્રાથમિક અનુમાન મુજબ, કાળઝાળ ગરમીના કારણે કચરાના ઢગલામાં આગ લાગી હોવાનું માનવામાં આવે છે. ઘટનાની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડના 5 ફાયર ફાઇટર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પાવર સ્ટેશન નજીક હોવાને કારણે આગ વધુ ન પ્રસરે તે માટે ફાયર વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે અને હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.

(1:08 AM IST)