તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
વડોદરાના કરજણ નજીક NH-48 પર સીએનજી ભરાવતી વખતે કારમાં પ્રચંડ બ્લાસ્ટ
બ્લાસ્ટની તીવ્રતાને કારણે નજીકમાં ઉભેલી અન્ય બે કારને પણ નુકસાન થયું: સમગ્ર ઘટનામાં એક વ્યક્તિને ઈજા

વડોદરાના કરજણ નજીક NH-48 પર આવેલા પેટ્રોલ પંપ પર CNG ભરાવતી વખતે કારમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતાં પેટ્રોલ પંપ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટની તીવ્રતાને કારણે નજીકમાં ઉભેલી અન્ય બે કારને પણ નુકસાન થયું હતું. સમગ્ર ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી હતી અને પેટ્રોલ પંપ પર ઉપસ્થિત લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
પ્રાથમિક માહિતી મુજબ, એક CNG વાહન પેટ્રોલ પંપ પર રિફ્યુલિંગ કરાવી રહ્યું હતું ત્યારે અચાનક જ કારમાં જોરદાર ધડાકો થયો. આ બ્લાસ્ટની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે ક્ષણવારમાં જ કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા અને વાહનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. વિસ્ફોટના અવાજથી આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા અને જીવ બચાવવા માટે સુરક્ષિત સ્થળે ભાગ્યા હતા.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
