તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th August 2026
પરિણીત ગર્ભવતી મહિલાની ફરિયાદઃ મરજી વિરુદ્ધ સંબંધ અને બ્લેકમેલનો આરોપ
બનાસકાંઠાના ધાનેરામાં એક પરિણીત ગર્ભવતી મહિલાની ફરિયાદે અનેક સવાલો ઉભા કર્યા

ધાનેરા તા.૨૪ : બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના પેગિયા ગામમાંથી એક ગંભીર ફરિયાદ સામે આવી છે. ગામની એક પરિણીત ગર્ભવતી મહિલાએ ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મહિલાએ પોતાની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધવા, મારપીટ કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગંભીર આક્ષેપો કર્યા છે.
ફરિયાદ મુજબ, મહિલાએ ચાર વ્યક્તિઓ સામે અલગ-અલગ ગંભીર આરોપો લગાવ્યા છે. જેમાં અખ્તરશા રજબશા ફકીર, આરીફ રજબશા ફકીર, ઈલિયાસ રજબશા ફકીર અને સલીમશા જુમાશા ફકીરનાં નામનો સમાવેશ થાય છે.મહિલાનો વધુ આક્ષેપ છે કે તેના પર કથિત રીતે દબાણ કરવામાં આવ્યું હતું અને ધર્મ પરિવર્તન કરાવવા માટે મજબૂર કરવામાં આવી હતી. આ ઉપરાંત અંગત વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરવામાં આવ્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
ફરિયાદમાં મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી સહિતના આક્ષેપો કરવામાં આવતા મામલો ગંભીર બન્યો છે. ઘટનાની જાણ થતાં ધાનેરા પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.પોલીસે આ કેસમાં અખ્તરશા રજબશાની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસ ફરિયાદમાં કરાયેલા આક્ષેપોની હકીકત, ઘટનાક્રમ અને અન્ય આરોપીઓની ભૂમિકા અંગે તપાસ કરી રહી છે.
મહિલા દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની સત્યતા અંગે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ વધુ વિગતો સ્પષ્ટ થશે. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે અને અન્ય આરોપીઓ અંગે પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
