તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
સૌરાષ્ટ્ર જનતા સહિત અનેક ટ્રેનો રદ
રાજકોટ ડિવિઝનમાં રેલવે ટ્રેક પર પાણી ભરાતા

અમદાવાદ તા.૨૫: અમદાવાદ ડિવિઝનના ચાંદલોડિયા ઈસ્ટ અને વિરમગામ સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાના કારણે પヘમિ રેલવેના રાજકોટ ડિવિઝન હેઠળ દોડતી ટ્રેનોના સંચાલન પર મોટી અસર પડી છે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને અપડેટ રહેવા અને યાત્રા શરૂ કરતા પહેલા ટ્રેનની સ્થિતિ ચકાસી લેવા અપીલ કરવામાં આવી છે. આ અસરને કારણે કેટલીક ટ્રેનો સંપૂર્ણ રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનોના માર્ગ ડાયવર્ટ કે આંશિક ટૂંકાવવામાં આવ્યા છે.
ટ્રેન નંબર ૧૯૨૧૮ વેરાવળબાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ, જે ૨૫ જુલાઈ ૨૦૨૬ ના રોજ પોતાના નિર્ધારિત સમયે ઉપડવાની હતી, તે રેકની અપ્રાપ્યતા (શોર્ટએજ) ને કારણે પૂર્ણપણે રદ્દ રહેશે.
ટ્રેન નંબર ૧૯૦૧૫ દાદરપોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, જે ૨૫ જુલાઈ ૨૦૨૬ ના રોજ પોતાના નિર્ધારિત સમયે ઉપડવાની હતી, તે રેકની અપ્રાપ્યતાને કારણે પૂર્ણપણે રદ્દ રહેશે.
ટ્રેન નંબર ૧૯૧૨૦ વેરાવળ ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી એક્સપ્રેસ, જે ૨૫ જુલાઈ ૨૦૨૬ ના રોજ પોતાના નિર્ધારિત સમયે ઉપડવાની હતી, તે રેકની અપ્રાપ્યતાને કારણે પૂર્ણપણે રદ્દ રહેશે.
ટ્રેન નંબર ૧૬૩૩૮ એર્નાકુલમઓખા એક્સપ્રેસ, જેણે ૨૨ જુલાઈ ૨૦૨૬ ના રોજ પોતાની મુસાફરી શરૂ કરી હતી, તે ૨૫ જુલાઈ ૨૦૨૬ ના રોજ અમદાવાદ સ્ટેશન પર આંશિક રીતે સમાપ્ત થશે અને આ ટ્રેન અમદાવાદઓખા વચ્ચે રદ્દ રહેશે.
ટ્રેન નંબર ૧૬૩૩૭ ઓખાએર્નાકુલમ એક્સપ્રેસ, જે ૨૫ જુલાઈ ૨૦૨૬ ના રોજ ઓખાથી ઉપડવાની હતી, તે હવે અમદાવાદથી પોતાના નિર્ધારિત સમયે શરૂ થશે તથા આ ટ્રેન ઓખાઅમદાવાદ વચ્ચે રદ્દ રહેશે.
ટ્રેન નંબર ૨૨૯૬૦ જામનગરવડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ, જે ૨૫ જુલાઈ ૨૦૨૬ ના રોજ પોતાના નિર્ધારિત સમયે ઉપડવાની હતી, તે રાજકોટ સ્ટેશન પર આંશિક રીતે સમાપ્ત થશે.
ટ્રેન નંબર ૨૨૯૫૮ વેરાવળ ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ, જેણે ૨૪ જુલાઈ ૨૦૨૬ ના રોજ ઉપાડવાની, તે વિરમગામમહેસાણાકલોલગાંધીનગર કેપિટલ માર્ગ પર ડાયવર્ટ કરેલ છે.
ટ્રેન નંબર ૨૬૯૦૧ સાબરમતીવેરાવળ વંદે ભારત એક્સપ્રેસ, જે ૨૫ જુલાઈ ૨૦૨૬ ના રોજ ઉપડવાની હતી, તે હવે સવારે ૦૫:૨૫ વાગ્યાના બદલે ૦૭:૩૦ વાગ્યે ઉપડશે તથા સાબરમતીમહેસાણાવિરમગામ માર્ગ પર ચલાવવામાં આવશે.(૩૮.૪)
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
