તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
અમદાવાદના જશોદાનગરમાંથી હથિયાર સાથે એક શખ્શ ઝડપાયો :એક પિસ્તોલ અને બે જીવતા કારતૂસ જપ્ત
આરોપી હથિયાર લઈને ક્યાં જતો હતો અને તેનો ઉપયોગ કયા હેતુ માટે કરવાનો હતો તે અંગે તપાસ શરૂ

અમદાવાદના જશોદાનગર વિસ્તારમાંથી એલસીબીએ હથિયાર સાથે એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસને મળેલી માહિતીના આધારે કાર્યવાહી કરતાં આરોપી પાસેથી એક પિસ્તોલ અને બે જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં આરોપી હથિયાર લઈને ક્યાં જતો હતો અને તેનો ઉપયોગ કયા હેતુ માટે કરવાનો હતો તે અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. સમગ્ર મામલે આરોપીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને હથિયાર ક્યાંથી મેળવાયું તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે.
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
