તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
સુરતના વરાછામાં ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
“NO DRUGS IN SURAT CITY” અભિયાન અંતર્ગત વરાછા પોલીસની કાર્યવાહી, ₹20,200 નો મુદ્દામાલ કબજે

સુરત શહેર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા “NO DRUGS IN SURAT CITY” અભિયાન હેઠળ વરાછા પોલીસને વધુ એક સફળતા મળી છે. વરાછા પોલીસ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન એક શખ્સને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી તેની સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ શહેરમાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરફેર સામે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. વાળા તથા પી.એસ.આઈ. એમ.જે. કરાડીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરાઈ હતી.
પોલીસે વરાછા વિસ્તારમાં રહેતા કમલેશભાઈ ઉર્ફે સોમાભાઈ જશીંગભાઈ ગોહિલને ઝડપી પાડી તેની પાસેથી 0.404 કિલોગ્રામ ગાંજો કબજે કર્યો હતો. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત અંદાજે ₹20,200 હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત આરોપી પાસેથી રોકડ રકમ, મોબાઇલ ફોન અને અન્ય વસ્તુઓ મળી કુલ ₹27,450 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપી સામે વરાછા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરત શહેર પોલીસ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે અને શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવા સતત કાર્યવાહી ચાલુ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
