<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

મામા ફોઈના છોકરાઓ વચ્ચે પ્રેમ સંબંધ માં લગ્ન નહીં કરવા દે તેવી બીકે બંનેએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ઉભારીયા ગામની સીમમા આવેલ પીપળાના ઝાડ ઉપર અલગ અલગ ડાળી સાથે પોત પોતાની જાતે ગળેફાંસો ખાદ્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં બનેલી ઘટનામા બન્ને પ્રેમીઓએ ફાંસો ખાઈ આપઘાત કરવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે

     મળતી માહિતી મુજબ સંદિપભાઇ દામજીભાઇ વસાવા (રહે.મહુપાડા આંબા ફળીયું, તા.સાગબારા,જી.નર્મદા) નાઓ એ પોલીસ માં જાણ કર્યા મુજબ મરનાર (૧) ગાયત્રીબેન સંદિપભાઇ વસાવા (ઉ.વ.૧૫ )(રહે.મહુપાડા, તા.સાગબારા, જી.નર્મદા )તથા (૨) નિખીલભાઇ મહેંદ્રભાઇ વસાવા( ઉ.વ.૧૯)( રહે.ઉભારીયા તા.સાગબારા, જી.નર્મદા) નાઓ બન્ને છેલ્લા ચાર પાંચ મહીનાથી એક બીજાના પ્રેમ સબંધ હોય અને તેઓ બન્ને સગા મામા ફોઇના છોકરાઓ થતા હોય જેથી તેમના માતા પિતા બન્નેને લગ્ન નહી કરવા દેય કે સાથે પણ રહેવા દેશે નહી તેવુ તેમના બન્નેના મનમાં લાગી આવતા બન્નેએ મરી જવાનુ નકકી કરી ઉભારીયા ગામની સીમમા આવેલ પીપળાના ઝાડ ઉપર અલગ અલગ ડાળી સાથે પોત પોતાની જાતે ગાયત્રીબેને દુપટ્ટા વડે તેમજ નીખીલ ભાઇએ દોરડા વડે ગળે ફાંસો ખાઇ આપઘાત કરતા સાગબારા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(12:37 AM IST)