<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

મોલ માલિકો મુલાકાતીઓ પાસેથી વાહન માટેનો ચાર્જ કે ફી વસુલી શકે છે

મોલમાં કાર-બાઈક પાર્ક કરવા હવે પૈસા આપવા પડશે? પાર્કિંગ ચાર્જ કે ફી વસૂલી શકે નહીં એવો હાઈકોર્ટનો હુકમ રદ્દઃ સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપી દીધો

અમદાવાદ તા.૧૯: સમગ્ર અમદાવાદ સહિત ગુજરાતમાં મોલ તથા અન્‍ય જાહેર-કમર્શિયલ પ્‍લેસ પર વાહનોને પાર્ક કરવા માટે નાગરિકો પાસેથી ચાર્જ વસૂલવાના મુદ્દે હાઈકોર્ટનો હુકમ રદ્દ કરીને સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપી દીધો છે. મોલ માલિકો મુલાકાતીઓ પાસેથી વાહન માટેનો ચાર્જ કે ફી વસુલી શકે છે. પાર્કિગ ચાર્જ કે ફી વસૂલી શકે નહીં એવો હાઈકોર્ટનો હુકમ રદ્દ કરવામાં આવ્‍યો છે, જે અગાઉ જસ્‍ટિસ સતીષચંદ્ર શર્મા અને એન.કોટીશ્વર સિઘની ખંડપીઠે આપ્‍યો હતો.

મામલો મૂળ એવો છે કે, મહાનગર સુરતના રાહુલ રાજ મોલ કો.ઓ. સર્વિસ સોસાયટી દ્વારા કરવામાં આવેલી અપીલમાં સુપ્રીમ કોર્ટે મહત્ત્વની ચોખવટ કરી હતી. પાર્કિગ ચાર્જ હવે અમદાવાદની પાર્કિગ પોલિસી ૨૦૨૧ તથા ભવિષ્‍યમાં સક્ષમ સત્તાવાળાઓ દ્વારા ઘડવામાં આવનારી પાર્કિગ પોલિસી અનુસાર કંટ્રોલ કરી શકાય છે. વર્ષ ૨૦૨૧માં તૈયાર કરવામાં આવેલી પાર્કિગ પોલિસીનું કડકપણે પાલન કરવાનો પણ આદેશ આપ્‍યો.રાજ્‍ય સરકાર તથા સક્ષમ સત્તાવાળા મોલ, જાહેર જગ્‍યા કે કર્મશિયલ જગ્‍યા પર મુલાકાત લેતા લોકોના વાહન માટે પાર્કિગ દર તથા નિયમ પોલિસી ઘડી શકે છે. અમદાવાદ પાર્કિગ પોલિસીને ધ્‍યાનમાં લઈ જણાવ્‍યું હતું કે, પાર્કિગના વિષયમાં નિષ્‍ણાંત ધરાવતા કાયદેસરના સત્તામંડળ થકી હવે મોટી પાર્કિગ પોલિસી તૈયાર કવામાં આવી ચૂકી છે. હાઈકોર્ટનો અગાઉનો હુકમ હવે ચાલુ રાખવાની કોઈ જરૂરિયાત નથી.

સતત થઈ રહેલા ડેવલપમેન્‍ટને ઘ્‍યાન લઈ સુપ્રીમ કોર્ટે ખંડપીઠનો આગઉ કરેલો હુકમ રદબાતલ ઠેરવી દીધો. સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું કે, હાલની અપીલમાં કોઈ એવો મુદ્દો બાકી રહેતો નથી. સુરતની સોસાયટી દ્વારા એવી દલીલ રજૂ કરવામાં આવી હતી કે, પાર્કિગ સુરત મહાનગરપાલિકાના આકરણીમાં પે એન્‍ડ પાર્ક તરીકે આકારવામાં આવેલા છે અને તે પ્રમાણે વાર્ષિક ધોરણે ૪.૫ લાખનો મોટો વેરો ભરવો પડે એમ છે. પાર્કિગ મેનેજમેન્‍ટ માટે સ્‍ટાફ અંગે રાજ્‍યવ્‍યાપી પોલિસી તૈયાર કરવા માટે વચગાળાના હુકમ જાહેર કરવામાં આવ્‍યા હતા.

સામે સરકારી પક્ષ તરફથી કોઈ રાજ્‍યવ્‍યાપી પાર્કિગ પોલિસી રજૂ ન કરાઈ. અમદાવાદ કોર્પોરેશન અને સુરત મહાનગર પાલિકાની જાહેર જગ્‍યા માટેની પાર્કિગ પોલિસી રજૂ કરાઈ. અન્‍ય વચગાળાના આદેશથી ડાયરેક્‍શન આપવામાં આવ્‍યું. આ કેસમાં સરકારે પોતાની કોઈ પાર્કિગ પોલિસી બનાવીને રજૂ ન કરી. પણ અમદાવાદ તથા સુરત મહાનગર પાલિકાની જાહેર જગ્‍યા માટે પાર્કિગ પોલિસી રજૂ કરી દેવાઈ.

(10:20 AM IST)