તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
મેકપાવર સોલ્યુશનના ગુજરાત સરકાર સાથે એમઓયુઃ ૧૬૦ કરોડનું રોકાણ

રાજકોટઃ તા. ૩૧, ગુજરાત સ્થિત સોલાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્લીન એનર્જી સોલ્યુશન્સ ક્ષેત્રનીઅગ્રણી કંપની મેકપાવર સોલ્યુશન્સ લિમિટેડે કરજણ ખાતે પ્રસ્તાવિત 5 GWh બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) એસેમ્બલી ફેસિલિટી સ્થાપવા માટે ગુજરાત સરકાર સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રોજેક્ટ માટે અંદાજિત રૂા.૧૬૦ કરોડનું રોકાણ કરવામાં આવશે.
આ પ્રસ્તાવિત ફેસિલિટી દેશની એનર્જી સ્ટોરેજક્ષમતાને મજબૂત બનાવશે તેમજ ભારતના વિકસતા રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી અપેક્ષા છે. આ વિકાસ અંગે ટિપ્પણી કરતા મેકપાવર સોલ્યુશન્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર સેતુલ શાહે જણાવ્યું હતું કે, ‘‘ગુજરાતસરકાર સાથે આ MoU પર હસ્તાક્ષર કરવું એ ભવિષ્ય માટે સજ્જ એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની તરીકે મેકપાવરની યાત્રામાં એકમહત્વપૂર્ણ પગલું છે. પ્રસ્તાવિત 5 GWh બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ એસેમ્બલી ફેસિલિટીમાં અમારું રોકાણ ભારતનીક્લીન એનર્જી વિકાસયાત્રા પ્રત્યેના અમારા વિશ્વાસ અને સ્થાનિક મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓને મજબૂત બનાવવાની અમારીપ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
