News of Sunday, 16th August 2026
મહેસૂલ વિભાગમાં મોટો બદલીનો ઘાણવો : ૧૪૪ વર્ગ-૧ અધિકારીઓની સાગમટે બદલી; સૌરાષ્ટ્રમાં રાજકોટમાં બે નવા પ્રાંત અધિકારી
રાજકોટ ગ્રામ્યમાં હર્ષવર્ધન જાડેજા, રાજકોટ શહેર-૨માં ભરતભાઈ ચાવડા; ગોંડલમાં પારસ વાંદા, ધ્રોલમાં ગૌતમ લોડાલિયા મુકાયા

ગાંધીનગર: ગુજરાત સરકારે મહેસૂલ વિભાગમાં રાજ્યવ્યાપી મોટો વહીવટી ફેરફાર કરતાં ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ), વર્ગ-૧ના ૧૪૪ અધિકારીઓની જાહેર હિતમાં તાત્કાલિક અસરથી બદલી અને નવી નિમણૂકના આદેશો કર્યા છે. મહેસૂલ વિભાગ દ્વારા આજે તા. ૧૬ ઓગસ્ટે બહાર પાડવામાં આવેલા આ હુકમમાં સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, પોરબંદર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ અને દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં નોંધપાત્ર ફેરફારો થયા છે.
સૌરાષ્ટ્રમાં કોને ક્યાં મૂકાયા?
રાજકોટ : રાજકોટ શહેર-૧ના પ્રાંત અધિકારી ચાંદની એમ. પરમારને નાયબ કલેક્ટર-૧, જૂનાગઢ મુકાયા છે. તાપીના નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભરતભાઈ આર. ચાવડાને પ્રાંત અધિકારી, રાજકોટ શહેર-૨; ગીર સોમનાથના જિલ્લા પુરવઠા અધિકારી પારસ ડી. વાંદાને પ્રાંત અધિકારી, ગોંડલ તથા પોરબંદરના જિલ્લા પુરવઠા અધિકારી હર્ષવર્ધન ડી. જાડેજાને પ્રાંત અધિકારી, રાજકોટ ગ્રામ્ય તરીકે નિમણૂક અપાઈ છે.
જામનગર : દાહોદના જિલ્લા પુરવઠા અધિકારી ગૌતમ એમ. લોડાલિયાને પ્રાંત અધિકારી, ધ્રોલ; સુરત સ્ટેમ્પ ડ્યુટી વિભાગના નાયબ કલેક્ટર શાંતિબેન વી. ઢીલાને પ્રાંત અધિકારી, જામનગર ગ્રામ્ય તથા વડોદરામાં વિશેષ જમીન સંપાદન અધિકારી પૂનમબેન આર. પરમારને નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી, જામનગર મુકાયા છે. જામનગરના જિલ્લા પુરવઠા અધિકારી સુધીરભાઈ ડી. બારડને જિલ્લા વિકાસ અધિકારી, અમરેલી મુકાયા છે.
જૂનાગઢ-ગીર સોમનાથ : ગીર સોમનાથના નાયબ કલેક્ટર-૧ એફ. જે. મકડાને જિલ્લા વિકાસ અધિકારી, જૂનાગઢ; જૂનાગઢના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી નિકુંજ ડી. ધુલાને પ્રાંત અધિકારી, વંથલી; જૂનાગઢના જિલ્લા પુરવઠા અધિકારી કિશન બી. ગરસરને નાયબ મ્યુનિસિપલ કમિશનર, પોરબંદર અને અમરેલીના નાયબ જિલ્લા વિકાસ અધિકારી અલ્પેશકુમાર બી. જોશીને પ્રાંત અધિકારી, મેંદરડા મુકાયા છે. જૂનાગઢના નાયબ જિલ્લા વિકાસ અધિકારી રજની આર. ઠુમ્મરને પ્રાંત અધિકારી, કેશોદ તથા એ. જે. શામળાને પ્રાંત અધિકારી, ઊના મુકાયા છે.
અમરેલી : જામનગરના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી. એચ. કોટકને પ્રાંત અધિકારી, બગસરા; જૂનાગઢ મહાનગરપાલિકાના નાયબ કમિશનર ડી. જે. જાડેજાને પ્રાંત અધિકારી, અમરેલી અને ભાવનગર શહેરના પ્રાંત અધિકારી એ. પી. વ્યાસને પ્રાંત અધિકારી, રાજુલા મુકાયા છે. વડોદરાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી પારસ એ. ચૌહાણને પ્રાંત અધિકારી, લાઠી મુકાયા છે. જ્યારે અમરેલીના પ્રાંત અધિકારી મહેશ જે. નકિયાની બદલી ભુજ ખાતે થઈ છે.
ભાવનગર-બોટાદ : પાલિતાણાના પ્રાંત અધિકારી અંકિત આર. પટેલને પ્રાંત અધિકારી, ભાવનગર શહેર; ગાંધીનગરમાં ફરજ બજાવતા તમન્ના એચ. ઝાલોડિયાને પ્રાંત અધિકારી, ભાવનગર ગ્રામ્ય તથા ભાવનગરના નાયબ જિલ્લા વિકાસ અધિકારી ધીરેનકુમાર કે. સોનારાને પ્રાંત અધિકારી, સિહોર મુકાયા છે. અમદાવાદના નાયબ જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશ સી. કોરડિયાને પ્રાંત અધિકારી, બરવાળા-બોટાદ મુકાયા છે.
મોરબી : મુન્દ્રાના પ્રાંત અધિકારી બી. એચ. ઝાલાને નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મોરબી અને જામનગર ગ્રામ્યના પ્રાંત અધિકારી બ્રિજેશ એ. કલારિયાને નાયબ મ્યુનિસિપલ કમિશનર, મોરબી મુકાયા છે. દેવભૂમિ દ્વારકાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી પૃથ્વીરાજસિંહ એ. ગોહિલને પ્રાંત અધિકારી, વાંકાનેર બનાવાયા છે.
સુરેન્દ્રનગર : આનંદના નાયબ જિલ્લા વિકાસ અધિકારી કે. એન. કાચાને પ્રાંત અધિકારી, લીંબડી અને વડોદરામાં ફરજ બજાવતા શૈલેષ વી. કલસરિયાને પ્રાંત અધિકારી, ચોટીલા મુકાયા છે. ચોટીલાના પ્રાંત અધિકારી હરેશભાઈ ટી. મકવાણાની મહીસાગરમાં નાયબ કલેક્ટર-૧ તરીકે બદલી થઈ છે. લીંબડીના પ્રાંત અધિકારી કુલદીપ એસ. દેસાઈને અમદાવાદમાં નાયબ કલેક્ટર તરીકે મુકાયા છે.
દેવભૂમિ દ્વારકા : ભાવનગર સ્ટેમ્પ ડ્યુટીના નાયબ કલેક્ટર સંધ્યાબેન એ. હેરમાને પ્રાંત અધિકારી, ખંભાળિયા અને મોડાસાના પ્રાંત અધિકારી વી. બી. પટેલને નાયબ જિલ્લા વિકાસ અધિકારી, દેવભૂમિ દ્વારકા મુકાયા છે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ. જે. રાજપૂતને નાયબ કલેક્ટર-૧, દેવભૂમિ દ્વારકા મુકાયા છે. અલગ સુધારા હુકમ હેઠળ વાય. પી. ગઢવીને નાયબ કલેક્ટર-૧, દેવભૂમિ દ્વારકાના બદલે પ્રાંત અધિકારી, દ્વારકા તરીકે નિમણૂક આપવામાં આવી છે.
પોરબંદર : ભચાઉના પ્રાંત અધિકારી જે. આર. ગોહેલને જિલ્લા પુરવઠા અધિકારી, પોરબંદર અને જૂનાગઢના જિલ્લા પુરવઠા અધિકારી કિશન બી. ગરસરને નાયબ મ્યુનિસિપલ કમિશનર, પોરબંદર મુકાયા છે. પોરબંદર મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર એચ. વી. પટેલની ગાંધીનગરમાં નાયબ નિયામક તરીકે બદલી થઈ છે.
રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા, નવસારી, ખેડા, આણંદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, નર્મદા, પંચમહાલ, દાહોદ, પાટણ, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં પણ મોટા પાયે અધિકારીઓની અદલાબદલી કરવામાં આવી છે.
હુકમ મુજબ તમામ બદલીઓ જાહેર હિતમાં તાત્કાલિક અસરથી અમલમાં આવશે. આ સાથે અગાઉના એક હુકમમાં અમિતકુમાર જી. ગામીતની બદલી રદ કરી તેમને અગાઉની જગ્યાએ યથાવત રાખવાનો નિર્ણય પણ લેવાયો છે
મહેશ જે. નકિયા — પ્રાંત અધિકારી, ભુજ; અભિષેક આર. સિંહા — પ્રાંત અધિકારી, મુન્દ્રા; આસ્થા ડી. ડાંગર — નાયબ જિલ્લા વિકાસ અધિકારી, કચ્છ; કે. કે. કરમાટા — પ્રાંત અધિકારી, અબડાસા; શૈલેષ સી. ભટ્ટ — નાયબ જિલ્લા વિકાસ અધિકારી, કચ્છ.
અમદાવાદ
બી. કે. રાઠોડ — નાયબ કલેક્ટર, મધ્યાહ્ન ભોજન-મ્યુનિસિપલ કોર્પોરેશન; પી. આર. દેસાઈ — અધિક નિવાસી નાયબ કલેક્ટર; રૂબીસિંહ એન. રાજપૂત — નાયબ નિયામક, સ્પીપા; એચ. ઝેડ. ભાલિયા — નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી વિભાગ-૨; ડૉ. દિન્તા બી. કથારિયા — નાયબ કલેક્ટર, પ્રી-સ્ક્રુટિની; નિર્ભય ગોંડલિયા — નાયબ કલેક્ટર, એસ.આર.ડી.; ડી. પી. ચૌહાણ અને ડી. આર. ધોરાજિયા — નાયબ જિલ્લા વિકાસ અધિકારી; જે. એન. પટેલ — નાયબ કલેક્ટર-૧; એસ. બી. દેસાઈ — પ્રાંત અધિકારી, ધોળકા; યુ. એસ. શુક્લા — મદદનીશ કમિશનર, ફરિયાદ નિવારણ સત્તામંડળ-૧; ડૉ. જનમ ડી. ઠાકોર — રજિસ્ટ્રાર, ગુજરાત મહેસૂલ પંચ; વી. જે. ભંડારી — જિલ્લા આયોજન અધિકારી; વી. કે. પીપળિયા — નાયબ કલેક્ટર, જમીન સુધારણા; જેનિલ એમ. શાહ — પ્રાંત અધિકારી, ધંધુકા; રોનકકુમાર એસ. પટેલ — પ્રાંત અધિકારી, પૂર્વ-જૂનું મણિનગર; ડી. એ. રવિયા — પ્રાંત અધિકારી, પશ્ચિમ; કુલદીપ એસ. દેસાઈ — નાયબ કલેક્ટર, બિનખેતી.
ગાંધીનગર
એચ. વી. પટેલ — નાયબ નિયામક-વહીવટ, ભૂસ્તરશાસ્ત્ર અને ખનન કમિશનર કચેરી; વી. એ. પરમાર — મદદનીશ વિકાસ કમિશનર; આદર્શ આર. બાસેર — નાયબ નિયામક, ફરિયાદ નિવારણ, મુખ્યમંત્રી હેલ્પલાઇન યુનિટ; વી. એચ. પરમાર — નાયબ કલેક્ટર, મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી; યુ. એચ. વાલંદ — નાયબ મ્યુનિસિપલ કમિશનર; ડી. પી. શાહ — નાયબ કલેક્ટર-૧; નૈમિષકુમાર પી. ગણાત્રા — મદદનીશ ગ્રામ વિકાસ કમિશનર; નિલેશ બી. કુકડિયા — નાયબ સ્ટેમ્પ સુપરિન્ટેન્ડન્ટ; આનંદ ઉકાણી — નાયબ સચિવ, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ; સી. આર. પ્રજાપતિ — જમીન રેકોર્ડ અધિક્ષક; હેતલ વસૈયા — નાયબ કલેક્ટર, આપત્તિ વ્યવસ્થાપન; ઘનશ્યામ એ. ધાંધલિયા — નાયબ કલેક્ટર, જમીન સુધારણા; જયમીન એમ. પટેલ — પ્રાંત અધિકારી, ગાંધીનગર; પરેશકુમાર ટી. પ્રજાપતિ — મદદનીશ કમિશનર, મધ્યાહ્ન ભોજન; હાર્દ યુ. શાહ — નાયબ નિયામક, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ; સુરજ જી. બારોટ — પ્રાંત અધિકારી, કલોલ.
સુરત
રીપલબેન એમ. ચૌધરી — નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી વિભાગ-૧; કેતુલ ટી. ઇટાલિયા — નાયબ કલેક્ટર-૧; વી. બી. ખૈતાન — વિશેષ જમીન સંપાદન અધિકારી, યુનિટ-૪; પ્રીતેશ કે. પટેલ — નાયબ જિલ્લા વિકાસ અધિકારી; પી. એચ. પટેલ — પ્રાંત અધિકારી, ઓલપાડ; શ્વેતા પી. પટેલ — નાયબ કલેક્ટર, જમીન સુધારણા; આર. જે. પટેલ — પ્રાંત અધિકારી, બારડોલી; એચ. જે. સોલંકી — પ્રાંત અધિકારી, માંડવી; મિતેશકુમાર એમ. પટેલ — પ્રાંત અધિકારી, સુરત શહેર દક્ષિણ-મજૂરા; શિવાંગીબેન જે. શાહ — જિલ્લા પુરવઠા અધિકારી; એન. આઈ. બ્રહ્મભટ્ટ — પ્રાંત અધિકારી, સુરત શહેર ઉત્તર-અડાજણ; યોગરાજસિંહ જી. જાડેજા — પ્રાંત અધિકારી, કામરેજ.
વડોદરા
મનહરભાઈ ડી. દેસાઈ — નાયબ જિલ્લા વિકાસ અધિકારી; શ્વેતા એચ. પંડ્યા — પ્રાંત અધિકારી, વડોદરા શહેર; સાગરકુમાર કે. મોવાલિયા — પ્રાંત અધિકારી, ડભોઈ; પાર્થ એચ. તલસાણિયા — નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી વિભાગ-૨; શિવરાજ ખુમાણ — પ્રાંત અધિકારી, કરજણ; જી. એન. દેસાઈ — નાયબ કલેક્ટર, વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ; સુનામી આર. કેલૈયા — નાયબ કલેક્ટર-૧.
નવસારી
એન. એન. સાવાણી — નાયબ જિલ્લા વિકાસ અધિકારી; સંદીપ જે. ગાયકવાડ — નાયબ કલેક્ટર-૨; તૃપ્તિ એમ. પટેલ — પ્રાંત અધિકારી, નવસારી; ડી. એન. કાછડ — નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી; ડી. પી. શુક્લા — નાયબ કલેક્ટર-૧; નિશાંત ડી. કુગસિયા — પ્રાંત અધિકારી, ચીખલી.
મહેસાણા
એ. બી. જાદવ — નાયબ જિલ્લા વિકાસ અધિકારી; અવિનાબેન એ. હરણ — નાયબ કલેક્ટર, માંડલ-બેચરાજી વિશેષ રોકાણ પ્રદેશ; જે. બી. ચૌધરી — પ્રાંત અધિકારી, કડી; કે. એસ. સુવેરા — પ્રાંત અધિકારી, મહેસાણા.
સાબરકાંઠા
પલક આર. ત્રિવેદી — પ્રાંત અધિકારી, ખેડબ્રહ્મા; જે. એસ. પટેલ — નાયબ જિલ્લા વિકાસ અધિકારી; એમ. વી. રાઠોડ — વિશેષ જમીન સંપાદન અધિકારી; કે. પી. ગોહિલ — પ્રાંત અધિકારી, ઇડર.
બનાસકાંઠા
સંજય વી. ચૌધરી — નાયબ જિલ્લા વિકાસ અધિકારી; એ. જે. પટેલ — પ્રાંત અધિકારી, ધાનેરા; કલ્પનાબેન એમ. ચૌધરી — નાયબ કલેક્ટર-૧.
પાટણ
વિકાસ આર. કુમાર — પ્રાંત અધિકારી, રાધનપુર; ચેતનકુમાર એમ. પ્રજાપતિ — પ્રાંત અધિકારી, સિદ્ધપુર; ફાલ્ગુન જે. પંચાલ — નાયબ કલેક્ટર-૨; અભિષેક પરમાર — જિલ્લા પુરવઠા અધિકારી; જે. વી. પાંડવ — પ્રાંત અધિકારી, પાટણ.
ખેડા
એ. બી. લાછુન — નાયબ જિલ્લા વિકાસ અધિકારી; સી. આર. નિમાવત — પ્રાંત અધિકારી, નડિયાદ; વિમલકુમાર કે. ગઢવી — નાયબ મ્યુનિસિપલ કમિશનર, નડિયાદ; એન. ડી. પટેલ — પ્રાંત અધિકારી, ખેડા.
આણંદ
એમ. એસ. મનાત — નાયબ જિલ્લા વિકાસ અધિકારી; કે. એ. રબારી — પ્રાંત અધિકારી, પેટલાદ; ડૉ. કૃષ્ણા કે. ઉપાધ્યાય — નાયબ જિલ્લા વિકાસ અધિકારી; અક્ષય વી. પરગી — નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી.
અરવલ્લી
મુકુલ કે. મેહરચંદાણી — નાયબ કલેક્ટર-૨; હેમાંગિની આર. ગુર્જર — જિલ્લા પુરવઠા અધિકારી; બી. પી. સક્સેના — નાયબ કલેક્ટર-૧.
વાવ-થરાદ
વિજયા એમ. પ્રજાપતિ — નાયબ જિલ્લા વિકાસ અધિકારી; પિયુષકુમાર સી. પટેલ — પ્રાંત અધિકારી, દિયોદર; એચ. એલ. ચૌહાણ — નાયબ જિલ્લા વિકાસ અધિકારી; ધવલ વી. મડત — નાયબ કલેક્ટર-૨.
તાપી
ડી. એમ. બગસરિયા — પ્રાંત અધિકારી, વ્યારા; પી. બી. પરમાર — પ્રાંત અધિકારી, નિઝર; ભૂપેન્દ્રકુમાર બી. રાઠોડ — નાયબ જિલ્લા વિકાસ અધિકારી.
વલસાડ
વિશાલકુમાર એચ. પટેલ — નાયબ મ્યુનિસિપલ કમિશનર, વાપી મહાનગરપાલિકા; કૌશિક વી. જાદવ — નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી.
નર્મદા
ભાવદીપસિંહ એ. જાડેજા અને એન. એસ. પરિતોષ — સ્ટેચ્યુ ઑફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન શાસન સત્તામંડળમાં નાયબ કલેક્ટર તરીકે મુકાયા.
ભરૂચ
રવિરાજસિંહ એન. પરમાર — પ્રાંત અધિકારી, અંકલેશ્વર; જે. એન. પરમાર — નાયબ જિલ્લા વિકાસ અધિકારી.
પંચમહાલ
ડૉ. મિતાબેન કે. ડોડિયા — પ્રાંત અધિકારી, શહેરા; પી. કે. ડામોર — નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી, ગોધરા.
મહીસાગર
હરેશભાઈ ટી. મકવાણા — નાયબ કલેક્ટર-૧, મહીસાગર.
દાહોદ
શિવમ જે. બારિયા — નાયબ જિલ્લા વિકાસ અધિકારી, દાહોદ.
છોટાઉદેપુર
પી. એસ. ભૂરિયા — નાયબ કલેક્ટર-૧, છોટાઉદેપુર.
ડાંગ
કલ્પનાબેન આર. ચૌધરી — ચીફ ઓફિસર, નોટિફાઇડ એરિયા, સાપુતારા-ડાંગ.
અગાઉની સૌરાષ્ટ્ર યાદીમાં રહી ગયેલા નામો પણ ઉમેરવા જેવા
ભાવનગરમાં પાર્થ એ. મિશ્રાને પ્રાંત અધિકારી, પાલિતાણા અને કૌશિકકુમાર આર. પરમારને નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી મુકાયા છે. ગીર સોમનાથમાં કમલેશ વી. નંદાને નાયબ જિલ્લા વિકાસ અધિકારી બનાવાયા છે.
આ ઉપરાંત અલગ હુકમમાં મામલતદાર વર્ગ-૨ના કેતન એલ. ચાવડાને ગુજરાત વહીવટી સેવા, જુનિયર સ્કેલ વર્ગ-૧માં બઢતી આપી જિલ્લા પુરવઠા અધિકારી, ભાવનગરની ખાલી જગ્યા ઉપર નિમણૂક આપવામાં આવી છે.
(6:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
