<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

ગુજરાત પોલીસ બેડામાં મોટાપાયે ફેરબદલ : સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરો અને એસીબી સહિત વિવિધ જિલ્લાઓના ૨૧ બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરોની તાત્કાલિક અસરથી આંતરિક બદલીના આદેશ : જુઓ સંપૂર્ણ સૂચિ

રાજ્ય પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવ દ્વારા વહીવટી અને જાહેરહિતના કારણોસર પીઆઈ કક્ષાના અધિકારીઓની સાગમટે બદલી કરાઈ : ઇન્ટેલિજન્સ બ્યુરોના ૭ અને અન્ય વિભાગોના ૧૪ અધિકારીઓને નવી નિમણૂક સોંપવામાં આવી

ગાંધીનગર:ગુજરાત રાજ્યના પોલીસ વડા (DG & IG) દ્વારા રાજ્યના પોલીસ તંત્રમાં વહીવટી ક્ષમતા વધારવા અને જાહેરહિતને ધ્યાને રાખીને મોટાપાયે ફેરબદલ કરવામાં આવ્યા છે. બહાર પાડવામાં આવેલા સત્તાવાર આદેશ મુજબ, રાજ્યના કુલ ૨૧ બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરો (PI) ની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ફરજ બજાવતા અધિકારીઓ ઉપરાંત લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) માં પણ મોટાપાયે નવી નિમણૂકો આપવામાં આવી છે.

ઇન્ટેલિજન્સ બ્યુરોમાંથી બદલી થયેલા અધિકારીઓની વિગત:

રાજ્યના ઇન્ટેલિજન્સ વિભાગમાં ફરજ બજાવતા ૭ પીઆઈને અલગ-અલગ જિલ્લાઓ અને વિભાગોમાં જવાબદારી સોંપવામાં આવી છે:

૧. વી.વી.ત્રિવેદીને ઇન્ટેલિજન્સથી અમદાવાદ શહેર (પદર ખર્ચે).

૨. એચ.પી.ઝાલાને ઇન્ટેલિજન્સથી સાબરકાંઠા (જાહેરહિત).

૩. આર.કે.અમીનને ઇન્ટેલિજન્સથી વાવ-થરાદ (પદર ખર્ચે).

૪. કે.એલ.પટણીને ઇન્ટેલિજન્સથી ભરૂચ (પદર ખર્ચે).

૫. પી.કે.પટેલને ઇન્ટેલિજન્સથી એ.સી.બી. (પદર ખર્ચે).

૬. સુશ્રી કે.જે.ગોસ્વામીને ઇન્ટેલિજન્સથી બનાસકાંઠા (પદર ખર્ચે).

૭. સુશ્રી પી.એમ.પટેલ (એટેચ જન સંપર્ક) ને ઇન્ટેલિજન્સથી ડી.જી.પી. કચેરીની જી-૧ શાખામાં (જાહેરહિત) મુકવામાં આવ્યા છે.

 

એન્ટી કરપ્શન બ્યુરો (ACB) માં ૧૪ નવા અધિકારીઓની નિમણૂક:

વિવિધ જિલ્લાઓ અને તાલીમ કેન્દ્રોમાં ફરજ બજાવતા ૧૪ બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરોને જાહેરહિતના કારણોસર એ.સી.બી. માં બદલી કરવામાં આવી છે:

૧. સુશ્રી એમ.કે.પટેલને ખેડાથી એ.સી.બી.

૨. બી.એન.મોઢવાડીયાને પંચમહાલથી એ.સી.બી.

૩. બી.કે.ચાવડાને દાહોદથી એ.સી.બી.

૪. સુશ્રી એમ.એચ.પઠાણને પી.ટી.એસ. વડોદરાથી એ.સી.બી.

૫. એન.એમ.તલાટીને પી.ટી.એસ. વડોદરાથી એ.સી.બી.

૬. એસ.કે.ચારેલને મોરબીથી એ.સી.બી.

૭. આર.સી.કાનમીયાને પોરબંદરથી એ.સી.બી.

૮. એસ.એમ.પઠાણને ભાવનગરથી એ.સી.બી.

૯. એચ.વી.ચૌધરીને સી.આઈ.ડી. ક્રાઈમથી એ.સી.બી.

૧૦. સુશ્રી જે.એન.ચાવડાને ઇન્ટેલિજન્સથી એ.સી.બી.

૧૧. પી.વાય.ચિત્તેને સુરત ગ્રામ્યથી એ.સી.બી.

૧૨. એસ.એમ.લાસણને સાબરકાંઠાથી એ.સી.બી.

૧૩. ડી.આર.બૌરૈયાને સુરેન્દ્રનગરથી એ.સી.બી.

૧૪. સુશ્રી પી.સી.મોલીયાને જી.પી.એ. કરાઈથી એ.સી.બી. ખાતે મુકાયા છે.

 

રાજ્ય પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવ દ્વારા જારી કરાયેલા આ હુકમમાં સ્પષ્ટ જણાવાયું છે કે તમામ અધિકારીઓએ પોતાની બદલીવાળી જગ્યાએ તાત્કાલિક અસરથી હાજર થવાનું રહેશે અને તે અંગેની જાણ અચૂકપણે વડી કચેરીને કરવાની રહેશે. આ ફેરબદલથી રાજ્યના પોલીસ વહીવટમાં નવી ગતિશીલતા આવશે તેવું માનવામાં આવી રહ્યું છે.

(10:42 PM IST)