તા. ૨૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૧૧ શુક્રવાર
News of Sunday, 4th October 2026
ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝામાં મોટી બઢતી: પૂર્વ IAS એમ. એસ. પટેલને સોંપાઈ પ્રમુખપદની મોટી જવાબદારી
નવનિયુક્ત કારોબારીની જાહેરાતથી ઉત્સવનો માહોલ: કડવા પાટીદાર સમાજના વિશ્વપ્રસિદ્ધ આસ્થાધામના શિખરે અનુભવી વહીવટદારની બિનહરીફ વરણી

ઊંઝા : પાટીદાર સમાજની આસ્થાના સર્વોચ્ચ કેન્દ્ર એવા ઊંઝા સ્થિત 'શ્રી ઉમિયા માતાજી સંસ્થાન' ખાતે નવી કારોબારી સમિતિની જાહેરાત સાથે વહીવટી માળખામાં મોટો બદલાવ આવ્યો છે. રાજ્યના પૂર્વ સનદી અધિકારી (IAS) એમ. એસ. પટેલની સંસ્થાનના નવા પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે. લાંબો પ્રશાસ્નિક અનુભવ ધરાવતા એમ. એસ. પટેલના હાથમાં આસ્થાધામની ધુરા સોંપાતાં જ સમગ્ર કડવા પાટીદાર સમાજ અને મા ઉમાના કરોડો ભક્તોમાં ભારે ઉત્સાહ અને આનંદની લહેર ફરી વળી છે.
સંસ્થાનના વહીવટને વધુ સુદ્રઢ, પારદર્શી અને શ્રદ્ધાળુઓ માટે સુવિધાસભર બનાવવાના ઉદ્દેશથી આ નવી કારોબારીની રચના કરવામાં આવી છે. નવા વરાયેલા પ્રમુખ એમ. એસ. પટેલે પદભાર સંભાળતાની સાથે જ માતાજીના ચરણોમાં સીસ નમાવીને મંદિરના વિકાસ કાર્યો, સામાજિક પહેલો અને શ્રદ્ધાળુઓની સેવા-સુવિધાઓને નવી ઊંચાઈએ પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સંસ્થાનના ટ્રસ્ટીઓ, અગ્રણીઓ અને વિવિધ ક્ષેત્રના આગેવાનોએ તેમને ઉષ્માભર્યા અભિનંદન પાઠવ્યા હતા.
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
