<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th May 2026

આણંદ જિલ્લા પંચાયતમાં મોટો રાજકીય ઉલટફેર :ભાજપના ઉમેદવારનું ફોર્મ અમાન્ય

આણંદ જિલ્લા પંચાયતમાં કુલ 33 સભ્યો સાથે ભાજપ બહુમતીમાં:કોંગ્રેસ પાસે માત્ર 7 સભ્યો હોવા છતાં કોંગ્રેસના ગૌરીબેન તડવી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પદભાર સંભાળશે.

ભાજપના ઉમેદવાર મયુરીબેન પટેલ મૂળ ગુજરાતના વતની ન હોવાથી, તેમનું અનુસૂચિત જનજાતિ (ST)નું સર્ટિફિકેટ ગુજરાત રાજ્યમાં માન્ય ગણાય નહીં. નિયમોની ચકાસણી દરમિયાન ચૂંટણી અધિકારીએ ભાજપના ઉમેદવારનું ફોર્મ અમાન્ય ઠેરવ્યું. આણંદ જિલ્લા પંચાયતમાં ભાજપ પાસે સ્પષ્ટ અને પ્રચંડ બહુમતી હોવા છતાં, પ્રમુખ પદ પર કોંગ્રેસના ઉમેદવાર હશે. આણંદ જિલ્લા પંચાયતમાં કુલ 33 સભ્યો સાથે ભાજપ બહુમતીમાં છે અને કોંગ્રેસ પાસે માત્ર 7 સભ્યો છે. પરંતુ, હાડગુડ ST અનામત બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના ઉમેદવાર ગૌરીબેન તડવીનું ફોર્મ એકમાત્ર માન્ય ફોર્મ રહ્યું આથી, તેઓ આવતીકાલે વિધિવત રીતે આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પદભાર સંભાળશે.

(8:46 PM IST)